________________
- ૬૦
૧૨
(૧૪૭ ) વેર-વિરોધ શા ? એ તને શોભતું નથી. તું કોની સાથે વેર કરે છે ? તે જ પ્રથમ વિચાર. તુ તા સર્વત્ર મિત્રભાવ, નેહભાવ રચી દે. તારે આ દુનિયામાં કોઈ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલમ પડશે કે તારે કઈ દુશમન છે જ નહીં. “ જેવા આપ તેવા જગ” એ ન્યાય છે. કોઈપણ પ્રાણું, નાને કે મોટો જીવ, સ્થાવર કે ત્રસ પ્રાણુ તારે શત્રુ નથી એમ ચિંતન કરે. જેનામાં જીવ આપવાની તાકાદ નથી તેને જીવ લેવાનો અધિકાર નથી, એમ તારે વિચારવું. ૪. सर्वेऽप्यमी बन्धुतयाऽनुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ। जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि॥५॥
અથ – હે આત્મા ! (મિન) આ નમવાર) સંસારસમુદ્રને વિષે (બી) આ (સર્વેfu) સૂક્ષ્મ બાદર એકેંદ્રિયથી આરંભીને પંચંદ્રિય પર્યત સેવે (ડાવા ) છો (અવતા) તે (રર) હજાર વાર એટલે અનંતી વાર (વપુરા) સંબંધીપણે ( અનુમૂતા) અનુભવ્યા છે–પામ્યા છે (તતઃ) તેથી કરીને (ર) તે સર્વે જીવો તારા (વઘવ પવ) બંધુ જ છે, પરંતુ ( હિ) કોઈ પણ (તે) તારે (રાગુ) શત્રુ () નથી, ( રૂતિ) એમ (કીર્દિ ) તું જાણ. ૫.
આ અનંત કોટિ ભવપરંપરામાં જે પ્રાણુ સાથે તારે વૈર કરવાનો પ્રસંગ આવે તે પોતે જ તારે અનેક વાર બંધુ થયેલા હોય છે, તે તેની સાથે અનેક પ્રકારના આનંદ ઉપજાવ્યા હશે, અને કઈક કઈક જાતના સંબંધમાં તેઓ સાથે આવ્યા હઈશ. શત્રુ એટલે શું ? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊંચે આવીને વિચાર તે કર કે તારે શત્રુ હોવા ઘટે ? તારાથી કઈને શત્રુ તરીકે ગણાય ખરા? આ વસ્તુસ્થિતિ છે. અત્યારે તારે ખરે