________________
वैराग्यशतक
(મૂળ અને ભાષાંતર સહિત)
__ आर्यावृत्तम्। संसारंमि असारे, नत्थि सुहं वाहि वेअणा पउरे । जाणतो इह जीवो, न कुणइ जिण देसियं धम्मं ॥१॥
સાર રહિત તથા વ્યાધિ એટલે શરીર સંબંધી દુ:ખ અને વેદના એટલે મન સંબંધી દુ:ખ, એ પ્રકારના દુઃખથી ભરેલા આ સંસારમાં સુખ નથી; એમ જાણતાં છતાં પણ જીવ જિનરાજના પ્રરૂપેલા ધર્મને નથી કરતો ! अजं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थ संपत्ति । अंजलिगयं व तोयं, गलंत-माउं न पिच्छंति ॥२॥
મૂઢ પુરૂષો આજ, કાલ, પહાર તથા પરાર ધનની સંપત્તિને ચિંતવે છે. અર્થાત્ મહારે આજ, કાલ. પહેર અને પરાર ધનની પ્રાપ્તિ થશે, એવી આશાથી દિવસ ગુમાવે છે પરંતુ તે મૂઠ પુરૂષ હથેળીમાં રહેલા પાણીની પેઠે પિતાના ગળતા આઉખાને નથી દેખતા !