________________
૩૮ હવે એવા પ્રણામવાલાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સત્કૃષ્ટપણું બતાવવા કહે છે.
को चकवहिरिद्धि, चइ दासत्रण समभिलसई ॥ का व रयणाईमुतुं, परिगिन्हइ उवलखंडाई ॥ १८ ॥
ચક્રવતિપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાને અભિલાષ કેણ કરે ? વલી રત્નને મૂકી દઈને પત્થરને કકડે કોણ ગ્રહણ કરે? અર્થાત્ બે મૂખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય છે તેમ કરે. (૧૮)
હવે પ્રાપ્ત થયેલું દુઃખ નાશ થશે એમ દષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે. नेरइयाणवि दुख्खं, जिज्झइ, जिज्झइ कालेण किं पुण नराणं। ता न चिरं तुह होई, दुख्खमिणं मा समुच्चियसु ॥ १९ ॥
નારકીનાં દુઃખ પણ કાલે કરીને નાશ પામે છે, તે મનુષ્યને માટે શું કહેવું? તે માટે તેને આ દુખ ઘણા કાળ સુધી નહિ રહે, તેથી તે ખેદ ન કર. (૧૯)
ચારિત્ર ગ્રહણ કરીને છોડી દેવું, તે બહુજ અનિષ્ટ છે એમ બતાવવા માટે કહે છે.
वरं अग्गिमि पवेसो, वरं विसुद्धेण कम्मणा मरण । - मा गहियन्वय भंगो, मा जोअं खलिअसीलस्स ॥२०॥ - અગ્નિમાં પ્રવેશ કરે તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણુસણ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે શ્રેષ્ઠ નથી. તેમજ શીલમાં ખલના પમાડનારે જીવવું પણ શ્રેષ્ઠ નથી.