________________
किइकम्मं च पसंसा, सुहसीलजण मि कम्मबंधाय ॥ जे जे पमायठाणा, ते ते उववुहिया हुँति ॥ १५ ॥ एवं णाऊण संसग्गि, दसणालावसंथवं ॥ संवासं च हियाकंखी, सन्यो वाएहिं वज्जए ॥ १६ ॥
કૃતિકર્મ-દ્વાદશાવર્ત વંદન અને પ્રશંસા, સુખશીલિયાભ્રષ્ટાચારી ગુરૂની કરે છતે કર્મબંધનને અર્થ થાય છે અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકે વધારે સેવન થાય છે, તેને વૃદ્ધિ કરનાર તે વંદના પ્રશંસા કરવાવાલે થાય છે. એ પ્રમાણે જાણીને પાસસ્થાદિક કુગુરૂને તથા સારંભી અને સુખશીલ ગુરૂને સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે આલાપ સંતાપ, તેમની સ્તુતિ અને તેમને સહવાસ પોતાનું હિતવાંછક મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે.
હવે ચારિત્રગ્રહણ કર્યા પછી જેમના ભગ્ન પ્રણામ થયા હોય છે તેને માટે કહે છે.
अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई ॥ हा विसमा कज्जगई, अहिणा छच्छंदरि गहिज्जा.
(ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પ્રણામ થયા હોય છે, તે દષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જે છછું દરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગલી જાય તે તેનું ઉદર પેટ) ગળી જાય છે, અને જે પાછું કાઢી નાંખે છે, તે નેત્ર નાશ પામે છે! હા ઈતિ ખેદે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સાપે છછુંદર ગ્રહણ કર્યું !