________________
વાળે છે અને નરક તથા તિર્યંચ સંબંધી દુખને તું એકલેજ સહન કરે છે, પરંતુ તે વખતે તેમાંનું ત્યારે શરણ કરવા યોગ્ય કઈ પણ થતું નથી.
__ मागधीकावृत्तम् । कुसग्गे जह उसबिंदुए, थोवं चिइ लंवमाणए । एवं मणुआण जीवियं, समयं गोयम मा पमायए ॥ ७२ ॥
શ્રી મહાવીર સ્વામી મૈતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ જેમ ડાભના અગ્રભાગમાં રહેલા અને લાંબો થએલો એટલે વાયુથી પડવાનિ તૈયારીમાં આવેલ ઝાકળ બિંદુ થોડે કાળ રહે છે, એવી રીતે મનુષ્યનું જીવિત ચંચળ છે, માટે એક સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૭૨) संबुज्झह किं न बुझह, संबोही खलु पिच्च दुल्लहा ॥ नो हूउवणमंति राइओ, नो सुलहं पुणरवि जीवियं ॥ ७३ ॥ - શ્રી. અષભદેવ સ્વામીના પુત્ર ભરતેશ્વરે તિરસ્કાર કરેલા અને રાજ્યના અર્થિ એવા પોતાના અઠ્ઠાણું પુત્રને શ્રી આદીશ્વર ભગવાન ઉપદેશ કરે છે, અથવા શ્રી મહાવીર સ્વામી પર્ષદાને કહે છે કે, હે ભવ્ય જી! તમે બેધ પામે. કેમ બંધ નથી પામતા? જે કારણ માટે જેમણે ધર્મ નથી કર્યો, તે પુરૂષોને મરણ પામ્યા પછી પરભવમાં બાધિબીજ દુર્લભ જ છે; કારણ કે, ગએલા રાત્રી દિવસો પાછા નથી જ આવતા, તેમજ જીવિત પણ ફરી ફરીને સુલભ નથી. (૭૩)