________________
હર
સિદ્ધગિરિ સ્તુતિના દુહા. પર્વતાય નમો નમ: ૧ ૧૩. ચંદ્રશેખર સ્વસા પતિ, જેહને સંગ સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમીએ, જે પામિ નિજ ત્રાદ્ધ. શ્રી અમરકેતુગિરિ પર્વતાય નમો નમ: ૧૪ ૫ જલચર ખેચર તિરિય સેવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવજલ તારણ નાવ. શ્રી કર્મસુડણગિરિ પર્વતાય નમો નમ: છે ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થ શ્વર પ્રણમીએ, છેદી જે ગતિ ચાર. શ્રી મહાદય પર્વતાય નમે નમ: મે ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી ટંકગિરિ પર્વ તાય નમો નમ: ૫ ૧૮ છે સુરલોકે સુરસુંદરી, મલી મલી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેના લેક. શ્રી માલવંતગિરિ પર્વતાય નમો નમ: ૫ ૧૯ યોગીશ્વર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીથેશ્વર પ્રણમીએ, હવા અનુભવ રસ લીન શ્રી આનંદમંદિરગિરિ પર્વતાય નમો નમ: ને ૨૦ મે માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત્ય, તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણ ચિત્ત. શ્રી મહાજશ પર્વતાય નમે નમ: | ૨૧. સુર અસુર નર કિન્નર, રહે છે જેહને પાસ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામે લીલ વિલાસ. શ્રી વિજયભદ્ર પર્વતાય નમો નમ: | ૨૨ મે મંગળકારી જેહની, મૃતિકા હરિ ભેટ, તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ. શ્રી ત્રિભુવનપતિ પર્વતાય નમે નમ: ૨૩ કુમતિ કોશિક જેહને, દેખી ઝાંખા થાય તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તસ મહિમા ગાય. શ્રી અનંતશક્તિ પર્વતાય નમે નમઃ ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીથેશ્વર પ્રમીએ, જસ મહિમા ન કહાય. શ્રી વિજયાનંદ પર્વતાય