________________
આલોયણું
છિદ્ર જેવે કરીને, કદાગ્રહ કરવે કરીને, અનર્થદંડ કરીને, કેઈનું માઠું ચિંતવને, કેઈને ખોટી શિખામણ દઈને આભવને વિષે, પરભવને વિષે અતીત અનામત વર્તમાનકાલને વિષે મહારે જીવે કઈ પાપકર્મ કર્યા હોય, કરાવ્યાં હોય, અનુમાડ્યાં હોય તે સવિ હું અરિહંતની શાખે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ, સર્વ પાપ નિષ્ફલ થાઓ.
હવે મારે જીવે મનુષ્યના ભવે, દેવતાના ભવે, તિર્યચના ભવે, નારકીના ભવે જીવહિંસા કરી હોય, છ કાયના જીવ વિરાધ્યા હોય, પ્રાણ લીધા હોય, આકરા કર કીધા હોય, એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય, પૃથ્વિકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ રીતે એકેદ્રિય જીવ પૃથ્વિકીય આદિ આરંભ સમારંભ કરતાં સ્ફટિક રત્ન, મણિરત્ન, પરવાલાની જાત, ધાવડીની જાત, ખડીની જાત, લુણની જાત, હડતાલની જાત, પારાની જાત, મણશીલની જાત, અબરખની જાત, તેજતુરીની જાત, પલેવા પાષાણની જાત, સિંધવની જાત, રત્નની જાત, મણિની જાત, સોનાની જાત, રૂપાની જાત, જસતની જાત, તરવાની જાત, સીસાની જાત, લેહની જાત, પાષાણની જાત, કાલી માટીની જાત, મૃડની જાત ઈત્યાદિક 'પૃથ્વિકાયના જીવ, ખાણ ખણવી હોય, ધાતુ ગળાવી હોય, ઘર બંધાવ્યાં હોય, ટાંકાં ખણાવ્યાં હોય, ભેંયરાં ખોદાવ્યાં હોય, ખેતર ખેડાવ્યાં હોય, પૃથ્વિકાયનાં પેટ ફેડ્યાં હોય, ઈટવા કરાવ્યા હોય, નીભાડા પચાવ્યા હોય, પર્વત ફિડાવ્યા હોય, ચુના કરાવ્યા હોય, ખેતીવાડી કરાવી