________________
ગિ વિકાર નથી પ્રગટ થયા અને જ્યાં સુધી મૃત્યુ નથી ‘ઉદયમાં આવ્યું, ત્યાં સુધીમાં બને તેટલું ધર્મસાધન કરી લે. (૩૪) जह गेहंमि पलित्ते, कूवं खणिउ न सकए कोई। તદ દ્વત્તિ કરને, ધો ૧૬ જી વિ . ૩૧
હે જીવ! જેમ ઘર બળવા માંડ્યું હોય, તે વખતે કઈ કૂ દાવવાને ન સમર્થ થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કિયે પ્રકારે કરી શકાય ? (૩૫) रुव-मसासय-मेय, विज्जुलया चंचलं जए जी। संझाणुराग सरिसं, खणरमणीअं च तारुन्नं ॥ ३६ ॥
હે આત્મન ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત છે, જગતમાં જીવિત વીજળીની લતાના જેવું ચંચળ છે અને જવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. (૩૬) गय कन्न चंचलाओ, लच्छीओ तिअसचाव सारिच्छं। 'विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव मा मुज्झ ॥ ३७ ॥
છની લક્ષ્મીઓ હસ્તીના કાન જેવી ચંચળ છે અને વિષયસુખ ઇંદ્રના ધનુષ્ય (આકાશમાં નાના પ્રકારના ધનુષ્યની આકૃતિવાળાં વાદળાં દેખાય છે તે ) સરખાં ચંચળ છે, તે કારણ માટે હે મૂઢ જીવ! બોધ પામ અને તે લક્ષ્મી તથા વિષયસુખમાં મેહ ન પામ. (૩૭)