________________
જ અનુભવ કરીશ. અર્થાત નરકાદિકમાં તે પાપનું ફળ તું એકલે જ જોગવીશ. (૨૮) अह दुख्खियाइ तह भु-ख्खियाइ जह चिंतियाइ डिभाइ । तह थोपि न अप्पा, विचिंतिओ जोव कि भणिमो ॥ २९ ॥
હે જીવ! મેહને વશ થએલે તું, જેમ આ હાર બાળક હવે દુખીયાં છે, તેમ જ ભૂખ્યાં છે, એમ રાત્રિ દિવસ ચિંતવન કરે છે, પરંતુ તેવી રીતે તે પોતાના આત્માને થડે પણ નથી ચિંતવન કર્યો માટે તેને શું કહીએ ! (૨૯) खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासय सरुवो। कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥ ३० ॥
હે આત્મન ! ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું આ શરીર છે અને શરીરથી જૂદો શાશ્વત સ્વરૂપવાળે જીવ છે તેને કર્મના આધીનપણથી શરીરની સાથે સંગ થયે છે, માટે એ શરીરમાં ત્યારે શો પ્રતિબંધ છે? અર્થાત્ એ શરીરમાં ત્યારે શી મૂછી છે ? (૩૦) कह आय.कह चलियं, तु मंपि कह आगओ कहं गमिही। अन्नुन्नपि न याणह, जीब कुटुंब कओ तुज्झ ॥ ३१ ॥
હે જીવ! આ માતા, પિતા, ભાઈ તથા સ્ત્રી વિવિગેરે કુટુંબ કયાંથી આવ્યું ? અને અહિંથી મરીને કયાં ગયું ? તેમ તું પણ કયાંથી આવ્યો અને કયાં જઈશ ?