________________
૧૩૭. पत्यावे जंपिज्जइ, सम्माणिज्जइ खलोवि बहुमज्झे ॥ न ज्जइ सपरविसेसो, सयलच्छा तस्स सिझंति ॥१९॥
ઉચિત અવસરે બોલવું. બહુ માણસની મધ્યે ખલને પણ સન્માન આપવું, સ્વપરનું વિશેષપણું ન ત્યજવું. એ પ્રમાણે ચાલનારાના સર્વે અર્થો સિદ્ધ થાય છે. ૧૯
मंतंताण न पासे, गम्मइ नइ परग्गहे अबीएहिं ॥ पडिवनं पालिज्जइ, सुकुलीणत्तं हवह एवं ॥२०॥
મંત્ર તંત્રને ન જેવાં, એકલા પારકા ઘરમાં ન જવું અને પોતાનું કહેલું પાળવું. એ પ્રમાણે ચાલવાથી સારું કુલીનપણું હોય છે. ૨૦
भुंजइ भुंजाविज्जइ, पुच्छिज्ज मणोगयं कहिज्ज सयं ॥ दिजइ लिज्जइ उचिअं, इच्छिज्जइ जइ थिरं पिम्मं ॥२१॥
જે મિત્રની સાથે સ્થિર પ્રેમ ઈચ્છિએ તે તેને ઘેર જમીયે અને તેને જમાડીયે, આપણા મનને વિચાર તેને પૂછીએ અને તે પૂછે તેને ઉત્તર આપીએ, વલી ગ્ય વસ્તુ આપીએ અને લઈએ.
कोवि न अवमन्निजइ, न य गविज्जइ गुणेहिं निअएहि । न य विम्हओ वहिज्जइ, बहुरयणा जेणिमा पुहवी ॥२२॥
કેઈને પણ અપમાન ન આપવું, તેમ પોતાના ગુણથી ગર્વ પણ ન કરવો. વલી મનમાં આશ્ચર્ય પણ ન પામવું. કારણ કે, આ પૃથ્વી બહુ રત્નવાલી છે. રર છે
आरंभिज्जइ लहुअं, किन्जइ कज्ज महंत मविपच्छा ॥ न य उकरिसो किज्जइ, लभइ गुरुअत्तणं जेण ॥२३॥