________________
જવાનીપણું કયાં ગયું? અને તે શરીરનું સુંદરપણું પણ કયાં ગયું ? જે કારણ માટે કાળે કરીને પ્રથમ દીઠું અને પછી નાશ પામ્યું. એ પ્રકારે સર્વ વસ્તુનું અનિત્યપણું અવલોકન કરે. અર્થાત અનિત્ય વસ્તુને વિચાર કરે. घणकम्म पास बद्धो, भवनयर चउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥ १६ ॥
હે પ્રાણિન ! નિવિડ કર્મ રૂપ પાસથી બંધાએલ જીવ, સંસાર રૂપ નગરના ચાર ગતિ રૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખ દાયક વિટંબનાને પામે છે તે કારણ માટે એ સંસારમાં તે પ્રાણુને કેણુ રક્ષણ કરનાર છે ? અર્થાત કઈ પણ કરનાર નથી. (૧૬) घोरंमि गप्भवासे, कलमल जंबाल असुई बीभच्छे । वसिओ अणंतखुत्तो, जीवो कम्माणुभावेण ॥ १७ ॥ - જીવ ઘર એટલે ભયાનક પેટમાં રહેલા દ્રવ્યના (૫દાર્થોના) સમૂહ રૂપ કાદવે કરીને અશુચિ અને બીભત્સ એટલે કમકમાટી ભરેલા ગર્ભવાસમાં શુભાશુભ કર્મના પ્રભાવે કરીને અનંતીવાર રહેલો છે. (૧૭) चुलसीई कीर लोए, जोणीणं पमुह सयसहस्साइं। इकिकम्मि अ जीवो, अणंतखुत्तो समुप्पन्नो ॥ १८ ॥ - લેકમાં જીવની ઉત્પત્તિનાં સ્થાનક રાશીલાખ જ છે. તે ચેરાશી લાખ નીમાંની એક એક પેનીમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયેલ છે. (૧૮)