________________
૧૧૪ देहांतरगतेबीज, देहेऽस्मिन्नात्मभावना ॥ बीजं विदेहनिष्पतेरात्मन्येवात्मभावना ॥७४॥
આ દેહને વિષે આત્મભાવના કરવી એજ બીજા ભવની પ્રાપ્તિનું કારણ છે અને આત્માને વિષે આત્મભાવના કરવી એજ મોક્ષ પ્રાપ્તિનું બીજ છે. ૭૪ છે
नयत्यात्मानमात्मैव, जन्मनिर्वाणमेववा ॥ गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७५॥
આત્મા આ દેહાદિકને વિષે આત્મભાવનાના વક્ષ્યથી પોતાને સંસારમાં ભટકાવે છે અને આત્માને વિષે આત્મભાવનાના વશ્યથી પિતાને મોક્ષ પ્રત્યે પમાડે છે, માટે પરમાર્થથી આત્માને ગુરૂ તે આત્મા જ છે. બીજું કઈ નથી.
दृढात्मबुद्धिदेहादावुत्पश्यन्नाशमात्मनः ॥ मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाभृशम् ॥७६॥
દેહાદિકને વિષે દઢ એવી આત્મબુદ્ધિવાલે બહિરાત્મા પિતાના મરણને જેતે છતે અને મિત્રાદિકના વિયેગને જાણતે છતે મૃત્યુથી બહુ ભય પામે છે. ૭૬
आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः ॥ मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रांतरग्रहम् ॥७७॥
એક વસ્ત્રને ત્યજી દઈ બીજા વસ્ત્રને ગ્રહણ કરવાની પિઠે આત્માને વિષે આત્મબુદ્ધિવાલે અંતરાત્મા ભય રહિતપણે શરીરની પરિણતિને (બાલ્યાદિ અવસ્થાને) પિતાથી જૂદે માને છે. અર્થાત્ શરીરની ઉત્પત્તિ અને નાશના અવસરે પોતાની ઉત્પત્તિ અને નાશ નથી માનતો. ૭૭