________________
મેહનલાલ તેમના મોટા દીકરા. કુટુંબ અને વહેવાર સાચવવાની જવાબદારી તેમણે સ્વીકારી લઈને વઢવાણમાં જ બુકસેલરની દુકાન ખોલી. તેઓ સાદા અને સરળ સ્વભાવી હતા. ધંધામાં તે અવિશ્રાંત ખંતથી આગળ વધ્યા અને જે વખતે કાઠિયાવાડને પરદેશ સાથે ધંધો ખેડવાને ખ્યાલ પણ નહતું ત્યારે ભાઈ મેહનલાલે પ્રીન્ટીંગ પેપર્સ, પ્રીન્ટીંગ ઈન્ક વગેરે છાપખાનાના બરનો સ્ટેક પરભારે ઉતારો શરૂ કર્યો અને વગર હરિફાઈએ ધંધાની ખીલવણું કરી.
વાઘજી શેઠને ચાર દીકરા : તેમાં મોટા મોહનભાઈ (જન્મ. ૧૯૨૫) બીજા ગુલાબચંદભાઈ ( જન્મ. ૧૯૨૮) તેમણે ડીસ્ટ્રીકટ પ્લીડરની પરીક્ષા ૧૯૫૪ માં પસાર કરવા પછી વઢવાણ કેમ્પમાં વકીલાત કરવાનું શરૂ કરેલું અને તેમની કાર્યદક્ષતાથી અગ્રગણ્ય વકીલ તરીકે આગળ આવ્યા અને કેમ્પની શ્રી સંઘની પેઢીમાં અગ્રગણ્ય સ્થાને છે. ત્રીજા કસ્તુરભાઈ (જન્મ. ૧૯૩૨ ) ડોટરી લાઈનમાં H. A. ને અભ્યાસ કરીને ગવર્મેન્ટ સરવીસમાં જોડાયા. જો કે તેમની બદલી એડન થવાથી તે મુંબઈથી આગળ જતા હતા ત્યારે ટ્રેનના અકસ્માતમાં હાથ તથા પગને ઈજા થઈ ગઈને પરિણામે વઢવાણમાં જ સ્ટેટ અને ખાનગી ડાકટરી લાઈન સંભાળતાં ૧૯૬૮ માં ગુજરી ગયા. ચોથા મગનલાલભાઈ તેઓ પણ ડીસ્ટ્રીકટ પ્લીડરને અભ્યાસમાં આગળ વધ્યા. જેની છેલ્લા વર્ષની પરીક્ષાની કસોટીમાં નિરાશ થતાં મુંબઈમાં સુતર–સીલ્ક-ઇમીટેશનને વેપાર પરદેશ સાથે શરૂ કર્યો, જેમાં લડાઈના પ્રસંગે સારી યારી આપવા પછી મનને સંતોષ વાળીને વ્યાજવટાવ કરી કેમ્પમાં નિવૃતિપરાયણ જીવન ગુજારે છે.
વાઘજી શેઠ પુની આબાદી નીહાળીને ધર્મઆરાધના કરતાં ૧૯૭૯ માં સ્વર્ગવાસી થયા. જ્યારે વઢવાણ શહેરમાં એકલા