________________
પર
પ્રકરણસંગ્રહ.
| ( રેકો) અંબાડને જીવ બાવીશમા દેવ નામના તીર્થકર સંભવનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, ચાર સો ધનુષનું શરીર અને તુરગ ( અશ્વ નું લાંછન જાણવું. (મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુસાને સુખસાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કેઈ ઠેકાણે ધર્મલાભ કહેજે એમ પણ જણાવેલ છે. )
( અવંતિકાર ) દ્વારમદનો જીવ ત્રેવીસમા અનંતવીર્ય નામના તીર્થકર અજિતનાથ જેવા થશે. તેમનું બેંતેર લાખ પૂર્વનું આયુષ્ય, સાડાચાર સો ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું.(હૈમવીરચરિત્રમાં બ્રહ્મદત્તચકીના જીવ કહ્યા છે. )
(મત્તે ) સ્વાતિને જીવ ચોવીશમાં ભદ્રકર ( ભદ્રકૃત) નામના તીર્થંકર ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું રાશી લાખ પૂર્વનું આયુષ્ય, પાંચ સો ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું.
જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે–ત્રીજા ઉદાયીના જીવ સુપાર્શ્વ જિન, ચોથા પિટ્ટિલના જીવ સ્વયંપ્રભ જિન, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ જિન, છઠ્ઠા કાર્તિકના જીવ દેવસુત જિન, સાતમા શંખના જીવ ઉદય જિન, આઠમા આનંદના જીવ પેઢાલ જિન, નવમા સુનંદાના જીવ પદિલ જિન, દશમા શતકના જીવ શતકીતિ જિન, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત જિન, બારમા કૃષ્ણના જીવ અમમ જિન, તેરમા સત્યકીના જીવ નિકષાય જિન. ચાદમાં બળદેવના જીવ નિપુલાક જિન, પંદરમા સુલસાના જીવ નિમમ જિન, સોળમા રોહિણીના જીવ ચિત્રગુપ્ત જિન (કેઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમાં રેવતીના જીવ સમાધિ જિન, અઢારમા સયલના જીવ સંવર જિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીર્ય જિન, ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રંકર જિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૬૫. ( આ નિર્ણય બહુશ્રુત જાણે. )
सड्डदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपन्ना। समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥
અર્થ() પહેલા પદ્મનાભના નિર્વાણુથી બીજા સુરદેવનું નિર્વાણ અઢીસો વર્ષે થશે.
(દત્તા જાજુલા ) બીજા અને ત્રીજા જિનનું આંતરું પોણું ચોરાશી હજાર વર્ષ. ( આ આંતરૂં બધે નિર્વાણનું જાણવું )
(ઢાપા ) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ (૪) ચેથા અને પાંચમા જિનનું આંતરું છ લાખ વર્ષ. (૩૫) પાંચમાં અને છઠ્ઠા જિનનું આંતરું ચેપન લાખ વર્ષ.