________________
૫૦
પ્રકરણસ ગ્રહ
થશે. તે મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય, વીશ ધનુષનુ શરીર અને કચ્છપનુ લાંછન જાણવું.
( દેવપુત્ર ) શંખ શ્રાવકના જીવ છઠ્ઠા દેવદ્યુત નામના તીર્થંકર મલ્લિનાથ જેવા થશે. તેનુ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર ને કલશનુ લાંછન જાણવું.
( IT ) ન ંદના જીવ સાતમા ઉદય નામના તીર્થંકર અરનાથ પ્રભુ જેવા થશે. તેવુ ચારાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનુ શરીર અને નંદાવનુ લાંછન જાણવું.
( પેઢાજ ) સુનંદના જીવ આઠમા પેઢાલ નામના તીર્થંકર કુંથુનાથ જેવા થશે. તેનું પ ંચાણુ હજાર વર્ષનું આયુષ્ય, પાંત્રીશ ધનુષનુ શરીર અને ખેાકડાનુ લાંછન જાણવું.
( દિલ ) આનંદના જીવ નવમા પેાટિલ નામના તી કર શાંતિનાથ જેવા થશે. તેમનુ એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષનું શરીર અને મૃગનુ લાંછન જાણવું.
( સર્વાત્તિ ) શતક શ્રાવકને જીવ દશમા શતકીર્તિ નામના તી કર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનુ દશ લાખ વર્ષનું આયુષ્ય, પીસ્તાળીશ ધનુષનુ શરીર અને વજ્રનુ લાંછન જાણવું. આ શખના મિત્ર જેનું નામ પુષ્કલિ હતુ તે જાણવા. ( શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દશમા રેયલીના જીવ કહ્યા છે. )
( સુવર ) સત્યકી વિદ્યાધરના જીવ અગ્યારમા સુવ્રત નામના તીર્થંકર અનંતનાથ જેવા થશે. તેમનુ ં ત્રીશ લાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનુ શરીર અને સિચાણાનું લાંછન જાણવું.
( અમમ ) દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢાર હજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વંદન કરી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતુ. તે વખતે સાતમી નરકને યેાગ્ય દુષ્કર્મની અપવ ના કરીને ત્રીજી નરકને ચાગ્ય કલિક કર્યા હતા અને તીર્થંકરનામક ઉપાર્જન કર્યું હતુ. એ કૃષ્ણના જીવ ખારમા અમમ નામના તીર્થંકર વિમળનાથ જેવા થશે. તેમનુ સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સાઠે ધનુષનુ શરીર અને વરાહનું લાંછન થશે. વસુદેવહિંડીમાં તે કૃષ્ણે ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઇ, ચારિત્ર ગ્રહણ કરી તી કરનામકર્મ નિકાચિત કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઇ ત્યાંથી ચવીને અમમ નામે મારમા તીર્થંકર થશે એમ કહ્યું છે. ૬૪. ( નરકમાંથી નીકળીને પરભાર્યા તીર્થંકર થઇ શકતા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી બીજા બે ભવ થવાની જરૂર છે.)