________________
પ્રકરણસંગ્રહ.
વિશેષાર્થ-જેમને આત્મિકસુખ જરા પણ પ્રાપ્ત થયું નથી, અને જેઓને આત્મરંજનને સત્ય માર્ગ સમજાયે નથી, તેઓ સર્વ લેકને પ્રિય થવાને-રંજન કરવાને અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ કઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી; કેમકે લોકપ્રવાહ અનેક માગે વહે છે. લોકોની પ્રસન્નતા પણ પોતપોતાની ચિને અનુસારે અનેક પ્રકારે વહેચાયેલી છે. ધર્મના પણ ઘણા ભેદ પડી ગયા છે, અને પૃથફ પૃથક્ માગે વહેનારા મનુષ્ય પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ માને છે. તેથી તે સર્વેને રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, કિન્તુ અસાધારણ અને અશક્ય છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રંજન કરી શક્યા નથી, તે આપણે પામર જને શું કરી શકીએ ? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં નહીં પ્રવર્તતાં–તેમાં કાળક્ષેપ અને શક્તિને વ્યય નહીં કરતાં આત્મરંજનમાં જ પ્રયત્ન કરે. આત્મરંજન માટે માત્ર પરમાત્માનું રંજન કરવું એજ મુખ્ય માર્ગ છે. તેમનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ જ છે. તે શુદ્ધ આચરણ કરવાથી પરંપરાએ આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ પ્રાપ્ત થાય છે. ૨૪.
પોતાના આત્માનું રંજન કરવા કહ્યું. તે આત્મરંજન મનની સ્થિરતાથી થાય છે અને મનની સ્થિરતાનું કારણ કેટલાક જનો રાજ્યાદિક સુખની પ્રાપ્તિ માને છે, પરંતુ તે માન્યતા ખોટી છે. તેથી તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ જે મનની સ્થિરતા ન થાય તો તે રાજ્યાદિક વ્યર્થ છે. તે બાબત કહે છે – तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थेभवेच्छीतलताऽऽशये चेत्, नो चेद्वृथा सर्वमिदं हि मन्ये।२५॥
અર્થ-(રેત) જે (ર ) સ્વસ્થ-શાંત (આર) અંત:કરણને વિષે (શતતા) શીતળતા (એ) થાય, તે () આ જગતમાં ( ) જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, (હિ) નિચે (વેવ ધનં) પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, (તપતા ) તે જ તપને તપ કહે, (૪) અને (ટા નૈવ) પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી (નો ) પરંતુ જે એમ ન હોય એટલે કે રાજ્યાદિક પ્રાપ્ત થયા છતાં ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તો (હિ) નિચે (દ્ર સર્વ) આ સર્વ રાજ્યાદિક (કૃણા ) ફેગટ છે, એમ(મળે ) હું માનું છું. ' વિશેષાર્થ –આ લેકમાં કર્તા એમ સૂચવે છે કે રાજ્ય, ધન, તપ અને કળાની પ્રાપ્તિને આ જીવ પોતાના આત્માની શાંતિને માટે ઈચ્છે છે, પરંતુ રાજ્ય કે ધન મળ્યું પણ તેનાથી તૃપ્તિ થઈ નહીં, તે પછી શાંતિ ક્યાંથી થાય?. અન્ય ઉપાધિઓને લીધે રાજ્ય અને ધન ઊલટા દુઃખરૂપ થઈ પડે તે શાંતિની પ્રાપ્તિ