________________
જa૦ર૦૦૦ =
* श्री हृदयप्रदीपषट्त्रिंशिका
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु,
योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि,
प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः॥१॥ અર્થ –(૧) જે અનુભવ ( અત્તત) ચિત્તમાં રહ્યો સતો (વિજેતપુ) ચેતના રહિત-જડ એવા (રાગ્નિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિવાં ) વિવેકની કળાને () દયને વિષે (નવિત) પ્રગટ કરે છે, તથા (શરમાત્) જે અનુભવથકી (માત્તતાન્ય) ભવાંતરમાં રહેલી–થયેલી પણ ( તાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવતિ ) પ્રગટ થાય છે, (તમામ) તે આ (અનુમવું ) અનુભવને (માથr:) તું ભજ.
વિશેષાર્થ:– શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પચે વિષય પુદગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સભ્ય પ્રકારે “ આ વિષયો તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પોતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧.
અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને ક્રિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર અને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે