________________
શ્રી લેકનાલિદ્વત્રિશિકા પ્રકરણ
૨૫૭ ફરસે છે. ” ( દ્રા માપ ઉર ૨ વિજ) દેશવિરતિ-આર વ્રતધારી શ્રાવક ચાદ રાજના ચૌદ ભાગમાંથી પાંચ ભાગ ઊર્ધ્વ લોકના ફરસે છે, કેમકે શ્રાવકની ઉત્કૃષ્ટી ગતિ અયુત નામના બારમા દેવલોક સુધી કહી છે. તે બારમું દેવલોક લોકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે તે માટે પાંચ રાજ કહ્યાં છે. ૧૬ ' અવતરણ:-હવે સૂચિરજજુ, પ્રતરરજજુ અને ઘનરજજુનું અનુક્રમે પ્રમાણ કહેવા માટે પ્રથમ સાતમી નરકપૃથ્વીથી માંડીને સૂચિરજજુ કહે છે – अडवीसा छबीसा, चउवीसा वीस सोल दस चउरो। सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥१७॥
અર્થ –(સાવિ) સાતમી નરંકપૃથ્વીને વિષે (કવીસા) અઠ્ઠાવીશ સૂચિરજજુ છે. છઠ્ઠી નરક પૃથ્વીને વિષે (ઇલીસા) છવીશ સૂચિરજજુ છે, પાંચમી નરકપૃથ્વીને વિષે (વીલા) ચોવીશ સૂચિરજજુ છે, જેથી નરકપૃથ્વીને વિષે (વીસ ) વીશ સૂચિરજજુ છે, ત્રીજી નરકમૃથ્વીને વિષે (રોટ) સેળ સૂચિરજજુ છે, બીજી તરકપૃથ્વીને વિષે (ર) દશ સૂચિરજજુ છે, પહેલી નરકપૃથ્વીને વિષે () ચાર (gg) સૂચિરજજુ છે. જે ચાર ખાંડુઆ શ્રેણિબંધ હોય અને પહોળાઈએ એક જ ખાંડુઓ હોય તેને સૂચિરજજુ કહીએ. સાતમી નરકમૃથ્વી ચાર ખાંડુએ ઊંચી છે અને અઠ્ઠાવીશ ખાંડઆ તિથ્વી છે. એ માટે અઠ્ઠાવીશ સૂચિરજજુ જાણવા, એવી સર્વત્ર ભાવના કરવી. હવે એ સાતે નરકપૃથ્વીના સૂચિરજજુનું માન જે પાંચસો બાર ખંડુ છે તેને ચારે ભાંગતાં એક સો ને અઠ્ઠાવીશ થાય છે, તેને (વડ મા ૪) ચારે ભાગ આપીએ તો (71) પ્રતરરજજુનું માન આવે અને તે પ્રતરરજજુના આંકને (૪) ચારે ભાગ આપતાં () ઘનરજજુ આવે. ચાર ચાર ખાંડુઆ ચારે દિશામાં હોય એટલે એક રાજ લાંબે, એક રાજ પહોળો અને પા રાજ જાડો હોય તે પ્રતરરજજુ કહેવાય છે, તથા ચાર ખાંડુઆ જાડાપણે, લાંબપણે તથા પહોળપણે હોય તે ઘનરજજુ કહેવાય છે. પ્રતરરજજુને વિષે સોળ ખાંડુઆ હેાય અને ઘનરજજુને વિષે ચોસઠ ખાંડુઆ હોય. ૧૭.
અવતરણુ-હવે સૂચિરજજુ ને પ્રતરરજજુની સંખ્યા કહે છે – अडवीससयं छसयरि, अह उड्ढे चउजुया दुसय सवे। सुइरज्जु पयररज्जु, दुतीसिगुणवीस इगवण्णा ॥ १८ ॥
અર્થ –(અ) અધોલેકને વિષે પાંચશે ને બાર ખાંડુએ છે, તેને ચારે ભાગ દેતાં (સવીરચં) એક સો ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજજુ જાણવા.