________________
શ્રી વિચાર૫ચાશિકા પ્રકરણ
૧૧૯ (થાન) એ ( ) પાંચ શરીરના ( નવા એ ) નવ ભેદને (મામ ) કહીશ. ૨.
એ નવ ભેદ આ પ્રમાણે-કારણ ૧, પ્રદેશ સંખ્યા ૨, સ્વામી ૩, વિષય , પ્રયજન પ, પ્રમાણ ૬, અવગાહના ૭, સ્થિતિ ૮ તથા અલ્પબદુત્વ ૯. बायरपुग्गलबद्धं, ओरालिय उयारमागमे भणियं । सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥३॥
અર્થ –(ાસ્ટિા) દારિક શરીર (વાયાપુર૪) બાદરસ્થૂલ પુદ્દગલોથી બંધાયેલું છે. તે (૩ ) ઉદાર એટલે પ્રધાન છે. ઔદારિકની પ્રાધાન્યતાનું સ્વરૂપ-કારણ (સામે મણિચં) આગમને વિષે કહેલું છે. (તો) તે દારિકથકી ઉત્તરોત્તર (કુદુમકુદુમેળ ) સૂફમ સૂક્ષમ (વિકાઢવા ) પુદગલના બંધ કરીને બંધાયેલા બીજાં ( ચાર ) શરીરો (મણિયાnિ ) કહેલા છે. ૩.
વિશેષાર્થ – બાદર પુદગલે એટલે સ્થલ પદૂગલેથી બંધાયેલ-ઉપચય પામેલ દારિક શરીર છે. તે કેવું છે? ઉદાર એટલે પ્રધાન છે. તેના પ્રાધાન્ય સંબંધી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે –
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણહીન હોય છે, ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીર છે, તેનાથી અનંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી અનંતગુણહીન પ્રવેયકવાસી દેવેનું રૂપ હોય છે. તેનાથી અમૃત દેવતાનું, તેનાથી આરણનું, એ રીતે પ્રાણત, આનત, સહસ્ત્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેંદ્ર, સનસ્કુમાર, ઈશાન, સૈધર્મ, ભવનપતિ અને જ્યાતિષી એ સર્વ દેવોનું રૂપ ઉત્તરોત્તર અનંતગુણ અનંતગુણ હીન હોય છે. જ્યોતિષી દેવથી વ્યંતરનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી ચક્રવત્તીનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી વાસુદેવનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી બળરામનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી મંડલિક રાજાનું રૂપ અનંતગુણહીન છે, ત્યાર પછીના બીજા રાજાઓ અને સર્વે મનુષ્યનું રૂપ છ ઠાણ ગત હોય છે. તે છ સ્થાન આ પ્રમાણે-અનંતભાગહીન ૧, અસંખ્યભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણહીન ૫ અને અનંતગુણહીન ૬. દારિક શરીરથી સૂક્ષ્મ પગલવડે વૈક્રિય શરીર બંધાયેલું હોય છે, તેનાથી સૂક્ષ્મ પુદ્ગલવડે આહારક શરીર બંધાયેલું છે. તેનાથી સૂક્ષ્મ પુદગલવડે તૈજસ અને તૈજસથી સૂમ પુદ્ગલવડે કામણ શરીર બંધાયેલું છે.
એ પચે શરીરના પ્રદેશની સંખ્યા કહે છે –