________________
ઘર્મપરીક્ષા
છે.
એમ નુકશાન કરાવનાર વિચિત્ર વ્યક્તિ સાથે નવો વેપાર કરવા તૈયાર થયેલાને સજ્જનો સમજાવે કે, “આ માણસ સાથે વેપાર કરવા જેવો નથી. ઘણાઓને નુકશાનમાં ઉતાર્યા છે, લુચ્ચો છે.” અને તેમ છતાં જો પૈસા વધુ કમાવવાના લોભાદિને લીધે એ વેપારી એ વિચિત્રમાણસની સાથે વેપાર કરે તો સજ્જનો કહેવાના જ કે આ ભંયકર ભૂલ કરે છે.
કેટલાક અજૈન દેવો, અજૈન ગુરુઓ સ્વયં રાગદ્વેષથી ભરેલા છે, તેઓ પાસે આત્માના સુખ માટેના કઈ સમ્યક્ ઉપાયો નથી. પશુહિંસા વિગેરે ઢગલાબંધ નકામા અનુષ્ઠાનો તેઓ શરણે આવેલાઓ પાસે કરાવીને દુર્ગતિમાં ધકેલી દે છે. તેઓ સ્વયં સ્રીભોગી છે, ભોજન લંપટ છે... જો ગણતરી માંડીએ તો વીતરાગ દેવ અને જૈનસુશ્રમણની તુલનામાં એ કુદેવ-કુગુરુઓમાં ઢગલાબંધ દોષો છે.
ન
આવા કુદેવ-કુગુરુને જે જીવો પકડી રાખે, સ્વયં નુકશાનો અનુભવવા છતાં એમને ન છોડે જૈન સાધુઓ વિગેરે એ જીવોને સચોટ દૃષ્ટાન્તો, સચોટ યુક્તિઓ દ્વારા બધું સમજાવે, છતાં માત્ર પોતાના ધર્મ પ્રત્યેના ખોટા રાગને લીધે, કુદેવ-કુગુરુ પ્રત્યેના વ્યક્તિરાગને લીધે જે કુદેવ-કુગુરુ વિગેરેને ન છોડે તેઓ ભયંકર ભૂલ કરી રહ્યા છે એ સ્પષ્ટ છે. એમને કુપાત્ર ગણવા પડે. આ જીવો આભિગ્રહિક મિથ્યાત્વી ગણાય.
પરંતુ જેઓ જીવનમાં સૌ પ્રથમવાર રોગી બનીને એ રોગના નાશ માટે વૈદ્યો પાસે જઈ રહ્યા છે. કોઈ વૈદ્યોનો એમને અનુભવ નથી. કયા વૈદ્ય સારા કે કયા વૈદ્ય ખરાબ ? આવી જેને બિલકુલ ગતાગમ નથી. ઈચ્છા છે એક જ કે રોગનાશ કરવો. એ માટે એટલી સમજણ છે કે વૈદ્યના શરણે જવું. પણ “વૈદ્યો નકામા કે રોગ વધારનારા ય હોઈ શકે છે. સારા વૈદ્યો તો ઘણા ઓછા હોય” આવી જેને બિલકુલ સમજ નથી, એવો રોગી તો રોગનાશ માટે જે વૈદ્ય મળે એની પાસે જવાનો, રોગનાશ ન થાય ત્યાં સુધી રોગનાશ માટે બધે ફર્યા કરવાનો.
આ જીવ સારા-ખોટા બધા વૈદ્યો પાસે જાય છે, બધાને રોગનાશક માને છે. એની હાલત કદાચ એવી છે કે તાત્કાલિક કોઈક સાચો વૈદ્ય એને કહી દે કે “તું જે બીજા વૈદ્ય પાસે જવાનો છે, એ તદ્દન ખોટો વૈદ્ય છે.” તો એ સાચા વૈદ્યની સાચી વાતને પણ નિંદા સમજી બેસી એ સાચા વૈદ્યને ગાળો દેવા માંડે.
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - વિવેચન સહિત * to