________________
धर्मपरीक्षा
(આભિગ્રહિકના ભેદો બતાવ્યા. એ વિશેષથી ષટ્યકારતા બતાવેલી કહેવાય. અહીં અનાભિગ્રહિકના ચોક્કસ સંખ્યાના પ્રકાર નથી બતાવવાના. એટલે એમના બહુપ્રકારો સામાન્યથી જ બતાવેલા કહેવાય. અથવા એ ઘણા પ્રકારોના આકારો બતાવ્યા વિના એ સામાન્યેન શબ્દનો અર્થ છે. અર્થાત્ જેમ આભિગ્રહિકમાં ‘આત્મા નથી’ વિગેરે આકાર બતાવેલા તેમ અહીં નથી બતાવવાના.
=
તથા આ પાંચ મિથ્યાત્વોમાં કયું મિથ્યાત્વ ગુરુ = ભારે = ખરાબ અને કયું લઘુ હલકું = ઓછું ખરાબ એનું વિવેચન પણ ગ્રન્થકાર કરે છે.)
यशो० :
अणभिग्गहिआईण वि आसयभेएण हुंति बहुभेआ । लहुआ तिणि फलओ एएसुं दुन्नि गरुआई ।।१०।। अनाभिग्रहिकादीनामप्याशयभेदेन भवन्ति बहुभेदाः । लघूनि त्रीणि फलतः एतेषु द्वे गुरुणी ।।१०।।
चन्द्र० : अनाभिग्रहीकादीनामपि आशयभेदेन बहुभेदा भवन्ति । एतेषु फलतस्त्रीणि लघुकानि द्वे गुरुणी - इति गाथार्थः ।
ચન્દ્ર૦ : અર્થ : અનાભિગ્રાહિકાદિના પણ આશયભેદથી ઘણા ભેદો થાય છે. એ (પાંચ) મિથ્યાત્વોમાં ફલની અપેક્ષાએ ત્રણ લઘુ છે બે ગુરુ છે.
यशो० : अणभिग्गहिआईण वित्ति । अनाभिग्रहिकादीनामपि मिथ्यात्वानां आशयभेदेन = परिणामविशेषेण बहवो भेदा भवन्ति । तथाहि - अनाभिग्रहिकं किंचित्सर्वदर्शनविषयं यथा 'सर्वाणि दर्शनानि शोभनानि' इति । किंचिद्देशविषयं यथा 'सर्व एव श्वेताम्बर - दिगम्बरादिपक्षाः शोभनाः' इत्यादि ।
चन्द्र० : बहून् भेदानेव दर्शयति - तथाहि इत्यादि । किञ्चिद् अनाभिग्रहिकं देशविषयं = सर्वदर्शनानामेकादिर्यो देश: श्वेताम्बरदर्शन - दिगम्बरदर्शनादिरुपः, तद्विषयम् । एतदेवाह - सर्व एव श्वेतेत्यादि ।
=
ચન્દ્ર૦ : અનાભિગ્રહિકાદિ મિથ્યાત્વોના પણ આશયભેદથી = પરિણામવિશેષથી ઘણા ભેદો થાય છે. તે આ પ્રમાણે - કોઈક અનાભિગ્રહિક સર્વદર્શનવિષયક હોય છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત *૨
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
XXXXXXX