________________
સમર્પણમ્ 8 કોબાના ઉપાશ્રયના ભોંયરામાં મને ધર્મપરીક્ષા ગ્રન્થો ભરવાની પ્રેરણા કરનાર
પૂ. ગુરુદેવશ્રીને... છે દીક્ષાના સાતમા વર્ષે વાપીમાં સૌ પ્રથમ સંસ્કૃતટીકા લખીને મુંબઈ જવા મોકલી ત્યારે એ ટીકા જોઇને એમાં એવી કોઈ વિશેષતા ન હોવા છતાં શિષ્યના સુકૃતની પ્રશંસા માટે અતિ ઉચ્ચકોટિના શબ્દોથી પ્રશંસાપત્ર લખનાર પૂ. ગુરુદેવશ્રીને !... છે મારા લખાણમાં ભૂલો જોઈને “તમે છાપવાનું બંધ કરો' એમ કોઈક આચાર્યની
સૂચના આવી, ત્યારે જે કામ કરે, એની ભૂલ થાય જ. ચિંતા ન કર, ભૂલો સુધારવાની, લખવાનું અને છાપવાનું એમ કહીને મારો બધો ભય દૂર કરીને જબરદસ્ત પ્રોત્સાહન આપનાર પૂ. ગુરુદેવશ્રીને....
ગુણહંસવિષે.