________________
આશ્રિત સુવર્ણ રેખા નામે પ્રખ્યાત વેસ્યા છે. અર્ધ લક્ષ દ્રવ્ય આપ્યા વિના એની સાથે વાતચિત પણ થતી નથી.” આ સાંભળી શ્રોદત્તે તે વેશ્યાને અર્ધ લક્ષ દ્રવ્ય આપવું કબૂલ કર્યું અને તેને તથા તે કન્યાને રથમાં બેસારી તે વનમાં છે. ત્યાં સ્થિર મન કરી શ્રીદત્ત એક ચંપકરક્ષની છાયામાં બેઠે, અને એક પાસે તે કન્યાને તથા બીજે પાસે વેશ્યાને બેસારી હાસી મશ્કરીની વાત કરવા લાગ્યો. એટલામાં એક વાર ચતુરાઈથી અનેક વાનરીઓની સાથે કામકીડા કરતો ત્યાં આવ્યો. શ્રીદતે તેને જોઈ સુવર્ણ રેખાને પૂછ્યું કે, “ એ સર્વ વાનરીઓએ વાનરની પિતાની સ્ત્રીઓ હશે કે કેમ ? ” વેશ્યાએ કહ્યું. “અરે દશા ! તિર્યંચની જાતિમાં આ તે શું પ્રશ્ન ? એમાં કોઈ એની માતા હશે, કેટલીક બહેને હશે, કેટલીક પુત્રીઓ હશે, અને કેટલીક બીજી કોઈ પણ હશે.” તે સાંભળી શ્રીદતે શુદ્ધ ચિત્તથી અને ગંભીર વાણીથી કહ્યું કે, “જેમાં માતા, પુત્રી, બહેન એટલે પણ ભેદ નથી, એવા અવિવેકી તિર્યંચના અતિ નિ ધ જન્મને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ ! જેમાં કૃત્યનો અથવા અકૃત્યનો વિભાગ પણ કરી શકાય નહીં, એવી બલવત્તર મઢતા રહે છે, તે નીચ જન્મ અને તે જીવીત પણ શા કામનું ? જેમ કોઈ અહંકારી વાદી કોઇનું આક્ષેપ વચન સાંભળીને પાછા વળી તુરત જવાબ આપે છે, તેમ તે વાનર જાતે હવે, તે શીદત્તનું વચન સાંભળતાં જ તુરત પાછો વળી કહેવા લાગ્યો કે, “ અરે દુષ્ટ ! અરે દુરાચારી ! પરના દેવને કહેનારા ! તું પર્વત ઉપર બળતું માત્ર જુએ છે, પણ પિતાના પગ નીચે શું બળે છે ? તે જે નથી. પાકા દેષજ માત્ર તને કહેતાં આવડે છે! કહ્યું છે કેદૂર માણસ રાઈ જેટલાં અથવા સરસ જેટલાં પણ પારકાં છિદ્ર જુએ છે, અને પોતાનાં બીલીફળ જેવડાં છિદ્ર જોતાં છતાં પણ દેખ નથી. રે દુ: ખરાબ નિષથી એક બાજૂએ પિતાની પુત્રીને અને બીજી બા જૂએ પોતાની માતાને બેસારીને તથા પોતાના મિત્રને સમુદ્રમાં ફેકી દઅને તું મારી નિંદા કરે છે ?” એમ કહી વાનર ફૂદ મારતો પિતાના ટોળામાં જઈ ભેગો થયો. પછી અંદર પ્રહાર જેવી વેદના ભોગવતો થીદત્ત વિચાર કરવા લાગ્યું કે, “ ધિક્કાર થાઓ ! વાનરે એકદમ આ શું
४४