SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ દઈશ” એ ભાવ રાખી ભાર પુરૂષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કામ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છી ભોજન પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુત્રાવક સર્વે વિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પિતાને અધન્ય ભાનતે છતો ગૃહસ્થપણું પામે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જેની દીક્ષા લીધી, તે પુરૂષોને ધન્ય છે, અને તેમના વડે આ પૃથ્વી મંડળ પવિત્ર થએલું છે. ભાવશ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યાં છે કે:- સ્ત્રીને વશ ન થવું, ૨ ઇદ્રિ વશ રાખવી, ૩ ધન અનર્થનું હેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણ, ૫ વિષયનો અભિલાષ રાખવો નહીં, ૬ આરંભ તજ, ૭ ગૃહવાસ બંધન સમાન ગણવો, ૮ આ જન્મ સમકિત પાળવું, ૮ સાધારણ માણસે જેમ ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું. ૧૦ આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧૧ દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચ, ૧૨ ધર્મ કરતાં કોઈ અત્ત જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ વકૃત્યે રાગદ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાદિક હોય તે પણ તેમાં જ લપટાઈ ન રવું, ૧૬ પરાણે કાપભોગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ. ૧ અનર્થને ઉત્પન્ન કરનાર, ચંચળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણ પિતાનું હિત વછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨ ઇંદ્રિય રૂપ ચપળ ઘોડા હમેશાં દુર્ગતિના માર્ગ દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યગ જ્ઞાનરૂપ લગામ વડે તેમને બેટા માર્ગે જતાં અટકાવવા. ૩ બધા અનાથનું, પ્રવાસનું લેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરૂષે ક્રીયા માત્ર પણ દ્રવ્યને લોભ ન રાખો. ૪ સંસાર પોતે દુઃખ રૂપ દુઃખદાયિ ફળ આપનાર, પરિણામે પણ દુઃખની સતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણા રૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં. ૫ વિષે સર. ૫૦૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy