SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શીર્ઘ કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપતિમાની પ્રતિષ્ઠા કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યકિત પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા નામની. સિદ્ધાંતના જાણુ લોકો એમ કહે છે કે, જે સમયમાં જે તીર્થકરનો વારો ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની જ એકલી પ્રતિમા હોય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે, ઋષભદેવ આદી વીશેની ક્ષેત્રપતિ કહેવાય છે, અને એક શિત્તર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બ્રહભાગમાં કહ્યું છે કે–એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રે પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિકા. તે અનુક્રમે એક, ચોવીશ અને એક સિત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિષ્ઠાની સામગ્રી સંપાદન કરવી, શ્રીસંઘને તથા શ્રીગુરૂ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમની આગતા સ્વાગત કરવી. ભોજન વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્ર. કારે સત્કાર કરો. બંદીવાનોને છોડાવવા. અમારી પ્રવર્તાવવી. કેઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સરકાર કરે. ધણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરે. અઢાર સ્નાત્ર કરવાં. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણ. પ્રતિષ્ઠામાં ન ત્રને અવસરે ભગવાનની જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેધ, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છથપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચાર વડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી. તથા પૂજામાં સર્વ પ્રકારના મોટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિંતવવી. શ્રાદ્ધસામાચારીવૃત્તિમાં કહ્યું છે કે–પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું, વર્ષ પૂરું થાય ત્યારે અઠાઈ ઉત્સવ કરે, અને આઉખાની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષ ગાંઠને દિવસે સાધવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. ૪૮૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy