SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ - ,કુળ, ૨ શીળ, ૩ સર્ગાવહાલાં, ૪ વિધા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણુ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. એ ઉપરાંત કન્યા પાતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂર, મેક્ષની ઇચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળા એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ધણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળા, ઘણાજ ઠંડા અથવા ધણાજ ક્રોધી, હાથે, પગે અથવા કોઇ પણુ અંગે અપંગ તથા રાગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીં, પેાતાના માતા પિતાથી છુટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન પત્રી. ધણું વૈર તથા અપવાદવાળા, હમેશાં જેટલું ધન મળે તે સર્વનુ ખર્ચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વતે કન્યા ન આપવો. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચેરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બવર્ગ ઉપર સ્નેહવાળી અને હમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુળો હાય છે. જે પુરૂષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી મત માક વñનારી હાય, અને મત ધરાય એટલી સપત્તિ હોય; તે પુરૂષને આ મર્ત્યલોક સ્વર્ગ સમાન અગ્નિ તથા દેવ વગેરેની રૂöરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારને છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત્ત કન્યાદાન કરવું તે બ્રાહ્મવિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે- ૩ ગાય બળનું જોડું આપીને કન્યાદાન કરવું તે આર્ષ વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા બવર્ગ એમને ત ગણતાં માંડામાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધ વિવાહ કહેવાય છે. ૬ કાંઇ પશુ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જમરાથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ છે. ૪૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy