SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ ઉત્તમ આંગી, વેલબુદિની રચના, સીંગનાં આભૂષણ, ફલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. જેમાં એક શેઠ સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજ ભણાવી, અને મનગમતો લાભ થવાથી બાર વર્ષ પાછો આવ્યો, ત્યારે હર્ષથી એક ક્રોડ રૂMિા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તે ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા તે દરમાસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભક્તિ દ્વારમાં વિસ્તારથી કહીશું. તેમજ નવકાર, આવશ્યક સૂત, ઉપદેશમાળા, ઉત્તરાધ્યચન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબધી ઉજમણું માં જઘન્યથી એક ઉજમણું તો દરવર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે – માણસોને ઉજમણું કરવાથી લક્ષ્મી મારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકિતને લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂક વા સમાન અથવા ભજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શા સ્ત્રમાં કહેલા વિવિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણું જિનમંદિરે સ્નાત્રસવ, સાધક વાત્સલ્ય સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કર્યું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયો પાટિયો, લેખણે તથા રને, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિએર વગેરે અનેક ફળ, જાત જાતનાં પકવાન, ધાન્ય,તથા ખાધ અને સ્વાધ એવી અનેક વસ્તુઓ, કપડાં, વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનાર, ગાયોની સંખ્યા માફક એટલે પાંચસો ચુંવાલીશ પ્રમુખ મેદક, નાળિએર ४६०
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy