SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગધ્વજ રાજાએ એવી સ્તુતિ કરી, ત્યારે ગાંગલિ ઋષિ નજીકના આશ્રમમાં બેઠા હતા તેમણે મુગધ્વજે મધુર શબ્દથી કરેલી સારી સ્તુતિ આનંદથી સાંભળી. જાણે બીજે શંકરજ હેયની એવા જટાધારી અને વલ્કલ (વૃક્ષની છાલ) પહેરનારા ગાંગલિ રૂષિ કોઈ કારણથી મંદિરમાં આવ્યા અને નિર્મળ વિઘાના જાણ એવા તેમણે ભક્તિથી શ્રી રૂષભદેવ ' ભગવાનને વંદના કરીને મનોહર, નિર્દોષ અને નવાં તુરત બનાવેલાં ગધાત્મક વચનથી ભગવાનની પ્રાર્થના કરી. કે “ત્રણે જગતના નાથ; જેથી ત્રણે જગતુ ઉપર ઉપકાર થાય એવી જશકીર્તિ આપવાને સમર્થ, અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે અતિશયોથી ભનારા એવા છે આદિનાથ ભગવાન ! આપ જયવંતા વર્તે. નાભિરાજાના કુલ રૂપ કમલને વિકસિત કરવાને સૂર્ય સમાન, ત્રણે જગતના જીવોને સ્તુતિ કરવા લાયક, શ્રી ભરૂદેવી માતાની કુક્ષિ રૂ૫ સુંદર સરોવરને વિષે રાજહંસ સમાન એવા છે ભગવાન ! તમે જયવંતા વર્તો. રૈલોક્યની અંદર રહેલા ઘણું ભવ્ય જીવોનાં ચિત્ત રૂપ જે ચક્રવાક (ચક) પક્ષી તેનો શેક દૂર કરવાને સૂર્ય સમાન, બીજા સર્વ દેવના ગર્વને સદંતર ઉખેડી નાખે એવો નિર્દોષ, નિસ્ટીમ અને કોઈ જેની બરાબરી કરી શકે નહીં એ પિતાને મહિમા, તેજ લક્ષ્મી, તેના વિલાસને અર્થ પિતે કમલાકર છે, એવા હે ભગવાન. આપ જ્યવંતા વર્ત. સરસ ભક્તિના રસથી શોભતા અને સ્પર્ધાથી વંદના કરતા એવા દેવતાઓના અને મનુષ્યનાં મુકુટોને વિષે રહેલાં રત્નની કાંતિ, તે રૂપ નિર્મળ જળવડે જોવાઈ ગયા છે ચરણ જેમના અને મનની અંદર રહેલા રાગ, સમૂલ ઉચ્છેદ કરી નાંખ્યા છે વગેરે માલ જે. મણે દ્વેષ એવા હે ભગવાન ! આપ જયવતા વર્તો. પાર વિનાના સંસાર સમુદ્રમાં ડૂબતા જીવને કિનારા ઉપર ઉતારવાને મોટા જહાજ સમાન, સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ટ જે સિદ્ધિ રૂપ સ્ત્રી તેના પ્રિયપતિ, જરા, મરણ અને ને ભયથી રહિત, સર્વ દેવોમાં ઉત્તમ એવા હે પરમેશ્વર, યુગાદિ તીર્થંકર, શ્રી આદિનાથ ભગવાન! તમને નમસ્કાર થાઓ.” ગાંગલિ ઋષિએ ઉપર કહ્યા પ્રમાણે આનંદ પૂર્વક શ્રી ત્રભદેવ ભગવાનની સ્તુતિ કરી અને પછી મૃગધ્વજ રાજાને
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy