SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ચઢાવનારા લોકો તે ચારને વધ કરવા લઇ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રીસારકુમારે હરિણીની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચે રતે જોયે, “ મ્હારી માતાનું દ્રવ્ય હરણુ કરનારા એ ચાર છે, માટે હું એને પોતે વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લેાકેાની પાસેથી ચારને પેાતાના તાબામાં લઇને કુમાર્ નગર બહાર ગયા. દિલના ઉદાર અને ૬યાળુ એવા શ્રીસારકુમારે ક્રીથી ચેરી કરીશ નહી’. ” એમ કહી કાઇ ને જાણે એવી રીતે ચેરને છેડી દીધા. સત્પુરૂષાની અપરાધી પુરૂષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સર્વે મનુષ્યે!તે બધા ઠેકાણે પાંચ નિત્ર હાય છે. અને પાંચ શત્રુ પણ હોય છે, તેમ કુમારને પણ હોવાથી કાઇએ ચારને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. આજ્ઞાભંગ કવેક એ રાજાનેા શસ્ત્ર વિનાના વધ કહેવાય છે.” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારના ઘણા તિરસ્કાર કર્યો. તેથી ઘણા દુ:ખી થએલા અને રોષ પામેલા શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયા, tr માની પુરૂષો પોતાની માનહનને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્ર શ્રીસારને આવી મળ્યા. કેમકે~~સંદેશા મેાકલા પડે ત્યારે દૂતની, સકટ આવે બાંધવાની, માથે આપદા આવી પડે ત્યારે મિત્રોની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથેના સાથે ચાલતા હતા; પણ કર્મગતિ વિચિત્ર હાવાથી સાર્થથી ભૂલા પડયા. ક્ષુધા તૃષાથી પીડાયલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા, તે ભાજનની તૈયારી કરવા લાગ્યા. એટલામાં જે ભવ થોડા બાકી રહ્યા છે એવા ક્રાઇ જિનકલ્પિ મુનિરાજ તેમની પાસે નિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા. રાજકુ ભાર સ્વભાવે ભદ્રક હાવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભાગળ કર્યું ઉપાર્જ્ડ, મુનીરાજતે ભિક્ષા આપવાથી બે મિત્રાને આનદ થયા. તેમણે મન વચન કાયાથી દાનને અનુમેદના આપી. અથવા ઠીકજ છે, સરખા મિત્રોએ સરખુ પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે. “ સર્વે ૮૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy