SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આવતું નથી. પછી યમના વિદ્યાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી, ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી પણ ઘણી વિટબણા કરી પ્રાણ ઘાતક સુળી ઉપર ચઢાવ્યો. અરેરે ! પૂભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે ! ! તાપસ સ્વભાવથી શાંત હતો, તે પણ તેને તે વખતે ઘણે દેવ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે તે પણ તેને તપાવીએ તો તે ઘણુ જ ગરમ ન થાય કે શું ? તાપસ તકાળ મરણ પામી રાક્ષસ નિમાં ગયો. મરણ વખતે તેવી અવસ્થામાં ( રૌદ્રધ્યાનમાં ) - હેનારા જીવોને બંતરની ગતિ મળે છે, હીન ચેમિમાં ઉત્પન્ન થએલા તે દુષ્ટ રાક્ષસે રાષથી લ ગુમાનમાં એકલા રાજાને મારી નાંખ્યો અરેરે ! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું સારું પરિણામ આવે છે ! ! પછી રાક્ષને નગરવાસી બધા કોને બહાર કાઢી મૂકી. રાજાના અવિચારી કૃષથી પ્રજાઓ પણ પીડાય છે, તે રાક્ષસ હળ પણ જે કોપ નગરની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારની કણસમાં કરે ? માટે હું પુરૂ ષ ! હારું શુભ ઈચછને ડી હું તને યાનો મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.” રસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી અને તેની વાફમતુરી જોઈ આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી તે લેશમાત્ર પણ ડર્યો નહિ. વિવેકી પુરૂષે કોઈ કાર્ય કરતાં ઉત્સુક, કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુંભાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણેજ ઉસુક થયો. પછી કોઈનો ડર ન રાખવાનો શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જેવાના કૈતુકથી જેમ સંગ્રામ ભૂમિમાં ઉતરવું, તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તો, કોઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાકના ઢગલા પડ્યા હતા; યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપનાર “ગાંગ કલ્પવૃક્ષની પેઠે, કઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા બીજા પાત્રને ઢગલા પડ્યા હતાઃ ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડતા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદી ધાન્યના ઢગલા પડેલા હતા; કોઈ ઠેકાણે સાર્મના નિવાસ સ્થળની માફક સોપારી વગેરે પર વિનાનાં * રાણીઓને રહેવાની જગ્યા. ૩૭૭
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy