SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મથી બંધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તો બે આંખનીજ આપી શકાય. કહ્યું છે કે-- ' सह जग्गिराण सह सो, विराण सह हरिस सोअवंताणं ॥ नयणाण व घशाणं, आजम्मं निचलं पिम्भ ॥ १ ॥ અર્થ – સાથે જાગનારી, સાથે સુઈ રહેનારી. સાથે હર્ષ પામનારી અને સાથે શેક કરનારી બે આંખોની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ છે. મને ધારણ કરનારાઓને ધન્ય છે. ૧ કન્યાઓ થોવનદશામાં આવી ત્યારે કનકવજ રાજા મનમાં વિચારવા લાગ્યો કે, “એમને એમના જેવો વર કોણ મળશે ? રતિ પ્રીતિને જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્ને એક જ વર શોધી કાઢવો જોઈએ. જે કદાચ એમને જૂદા વર થશે, તો માંહોમાંહે બનેને વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયે ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે ? એક કલ્પલતાને ધારણ કરી શકે એવો એક પણ કપલ નથી, તે બનેને ધારણ કરનારે કયાંથી મળી શકે ? જગમાં એમાંથી એકને પણ પરણવા જેવી એ વર નથી. હાય હાય ! હે કનકધ્વજ ! તું એ કન્યાઓનો પિતા થઈને હવે શું કરીશ? યોગ્ય વરને લાભ ન થવાથી આધાર વિ. નાની કલ્પલતા જેવી થએલી આ લોકોત્તર નિભાગી કન્યાઓની શી ગતિ થશે ?' એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપાયેલા કનકધ્વજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વાંને યુગ માફક કાઢવા લાગ્યો. શંકરની દષ્ટિ સામા પુરૂષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા તેટલી સારી હોય, તે પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તો ખરી જ ! કહ્યું છે કે–પિતાને કન્યા ઉત્પન્ન થતાંજ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી ? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભારને ઘેર સુખે રહેશે કે નહીં ?” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગત માં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પિતાની પરિપૂર્ણ ઋદ્ધિ સાથે લઈ વસતા1 વનની અંદર ઊતર્યો. તે વસંતઋતુ જેનો અહકાર સર્વત્ર પ્રસરી રહ્યા છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતુને જિત ૩૪૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy