SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમિત હોવાથી તેનું જળ કઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે. માણસે નિયમ લીધો હોય તો સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તો સારી અવસ્થામાં છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધે હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દામણ બાંધવાથી જાનવરો પણ ઉભાં રહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જુક, જળનું જીવિત શીતળપણું અને ભયનું છે. વિત વૃત છે. માટે ડાહ્યા પુરૂષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણોજ મજબૂત પ્રયત્ન કરવો. કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની અને પ્રાપ્તિ થાય છે.” રત્નસાર કુમારે શુરૂની એવી વાણી સાંભળીને સમ્યકત્વ રહિત પરિગ્રડ પરિમાણવ્રત લીધું. તે એ રીતે કે;–“મ્હારે હારી માલકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતી છે અને પરાળાના એમ એકેકના આઠ આઠ મ ડા, નાણાબધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુએ, એ મૂલ ધાન્ય, એક લાખબાર બાકીનાં કરીયાણું, ૬૦ હજાર ગાય, પાંચસો ધર તથા દુકાને, ચાર વાહન, એક હજાર ઘેડ અને સે હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મહારે રાજ્ય અને રાજ્યનો વ્યાપાર પણ ન સ્વીકારો. શ્રદ્ધાવંત એ તે રનવાર કુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાં અણુવ્રતનો અંગીકાર કરી આવક ધર્મ પાળવા લાગે. બીજે કઈ વખતે તે પાછો પોતાના શુદ્ધ મનવાળા દેતેની સાથે ફતાં ફરતાં “રલબલ” નામના બગીચામાં આવ્યું. બગીચાની શોભા જોતો તે ક્રીવ પર્વત ઉપર ગયો. ત્યાં કુમારે દિવ્યરૂપ અને દિવ્ય વેધ ધારણ કરનારૂં તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નરનું જોડલું જોયું. તે બનેનું મુખ ઘેડા જેવું અને બાકીના શરીરના તમામ ભાગ માણસ સરખો એવું કોઈ દિવસે તે જેએલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જે એ માણસ અથવા દેવતા હતા તે એનું ૩૩૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy