SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે થાય છે. જેટલો ધર્નો લાભ હોય તેને પા ભાગ ધર્મયમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ રામારવા, આર્સિામાં મહેડુ જેવું, તથા દાત અને દેની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરૂષે હમેશાં ધરથી આઘે જઈ મળ મૂત્ર કરવું, પગ ધોવા, તથા એઠવાડ ના ખા. જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે, તે અલકમાં લાંબુ આયુષ ન પામે. ભાગેલા આસન ઉપર ન બેસવું, ભાગેલું કાંસાનું પાત્ર રાખવું નહી. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું, તથા નગ્ન થઇને ન નહાવું. નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આબત સર્વે પ્રાણ રહે છે, માટે એક હાથે મસ્તકે ન લગાડવા. માવાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પગ ન કરવો. પુત્ર તથા, શિષ્ય વિના શિખામણને અર્થે કેને તાડના પગ ન કરવી. પુરુષ એ કે કાળે પણ બે હાથે મસ્તક ન ખાવું, તથા વગર કારણે વારંવાર માથે ન્હાવું નહીં. ગ્રહણ વિના રાત્રીએ ન્હાવું સારું નથી, તથા ભેજન કરી રહ્યા પછી અને ઉંડા ઘરમાં પણ ન ન્હાવું. ગુરૂને દોષ ન કહે, ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજા લે કે આપણા ગુરૂની નિ દા કરતા હોય તે તે સાંભળી પણ નહીં. હે ભારત! ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમ પુરૂષ તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈ પણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દેશ ન કહેતા, મહા પાપ કરવાથી પતિત થએલા લેકની સાથે વાર્તાલાપ પણ ન કરે, તેમના હાથનું અન્ન ન લે, તથા તેમની સાથે કોઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણું લેકની સાથે વૈર કરનારા, અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં. હું રાજા! ૬૪ રથમાં ન ચવું, કિનારા ઉપર ૩૨૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy