SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હેય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી ઓકનાર પુત્રને દાખલો જાણવો. (૨૩) . सयणाणसमुचि अमिणं, जं ते निअगेहबुद्दिकज्जेसु ॥ संमाणिज सयावि हु, करिज्ज हाणीसु वि समोवे ॥२४॥ અર્થ:–પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેક સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરનું આ રીતે છે. પિતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ સગાઈ આદી મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદર સત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તો તેમને પિતાની પાસે રાખવા. लयमवि तेसिं वसणू, सवेसु होअवमंतिमि सया ॥ खीणविहवाण रोगा, उराण कायव्वमुद्धरणं ॥ २५ ॥ અર્થ-સ્વજનેને માથે કાંઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હમેશાં ત્યાં જવું. તથા તેઓ નિર્ધન અથવા રેખાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરે. કેમકે-રોગ, આપદા દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છે તથા રાજકારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉધાર કરો તે ખરેખર જોતાં પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે. કેમકે, રહે ને ઘડા જેમ ભરાય છે, અને ખાલી થાય છે તેમજ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કોઈની દરિદ્રી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વ આપણે જેમના ઉપર ઉપકાર કર્યા હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનોને સંકટમાંથી ઉદ્ધાર કરવો. (૨૫) ' खाइज्ज पिठिमंसं, न तेसि कुज्जा न सुक्कलहं च ॥ तदमित्तेहिं मित्ति, न करिज्ज करिज्ज मित्त ॥ २६ ॥ . ' અર્થ–પુરૂષે સ્વજની પરઠ નિંદા ન કરવી; તેમની સાથે મને શ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્ક વાદ ન કરવું. કારણ કે, તેથી ઘણું કાળની પણ પ્રીતિ તુટી જાય છે, તેમના શત્રુની સાથે દેસ્તી ન કરે, તથા
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy