________________
પરલોકના સુખને બાધા ન આવે, તેવી રીતે આ લેકનું સુખ ભોગવે તે જ સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું તથા કામનું સેવન કરનારને માથે ઘણું દેવું થાય, અને કામને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસકત થએલા, મૂળજી (મૂળને ખાઈ જનાર ) અને કુપણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન ભળે તેટલું વિષય સુખને અર્થ જ ખચે. તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પિતાના બાપ દાદાનું ઉપાર્જન કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજ કહેવાય, અને જે માણસ પોતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઇને દ્રવ્ય સંગ્રહ કરે, પણ – જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા અને મૂળભોજી એ બને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી. માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યનો સંગ્રહ પારકે કહેવાય છે. રાજે, ભાયાત, ભૂમિ, ચોર આદિ શેકો. કૃણના ધનના ધણ થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે-જે ધનને ભાંડુ
છે, સેર લૂટ, કાંઈ છળભેદ કરી રાજઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તે બળાત્કારથી ખોટે માર્ગ ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારી ) સ્ત્રી હસે છે, તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ બેશું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાંજ આવે છે. માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વ કર્મના પેચથી તેમ થાય,
२७९