SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કાર, સુતાર, અને ઘાંયજે એ પાંચનાં પાંચ શિલ્પજ ( કારીગરી) મુખ્ય છે. પાછા એકેક શિલ્પના વીસ વીસ પિટાના ભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની રિલ્પકળા એકની બીજાથી જુદી પડનારી છેવાથી જૂદી ગણીએ તે ઘણાજ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિ૯પ કહેવાય છે. ઉપર કહેલાં પાંચ શિલ્પ કષભદેવ ભગવાનના ઉપદે. શથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેક પર પરાથી ચાલતું આવેલું ખેતી વ્યાપાર વગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષા એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં. બાકી રહેલાં કર્મ પ્રાયે શિ૯૫ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિધામાં અને કેટલીક શિપમાં સમાઈ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે કે-બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને ) કર્મ કરનારા પધમમાં અધમ જાણવા. હવે બુદ્ધિથી કર્મ કરવા ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે – * ચંપા નગરીમાં મદન નામે ધનબૅકીનો પુત્ર હતો. તેણે બુદ્ધિ આપનારા લોકોની દુકાને જઈ પાંચસો દ્વમમ આપી એક બુદ્ધિ લીધી કે, “બે જ લઢતા હોય ત્યાં ઉભા રહેવું નહીં.” ઘેર આવ્યું ત્યારે મિત્રોએ પાંચસે દ્રમ્પની બુદ્ધિ સાંભળી તેની ઘણી મશ્કરી કરી, તથા પિતાએ પણ ઘણે ઠપકો આપે. તેથી તે મદનબુદ્ધિ પાછી આપી પિતાના દ્રમ્મ લેવા દુકાનવાળા પાસે આવ્યો. દુકાનદારે કહ્યું કે, “જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હૈય, ત્યાં અવશ્ય ઉભા રહેવું. ” એમ તું કબૂલ કરતે હોય તે હારા દ્રમ્મ પાછા આપું,” તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસે કમ પાછા આપ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટોને કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભા રહે. બન્ને સુભટએ મદનને પિતાના સાક્ષી તરીકે કબુલ કર્યો. ન્યાય કરવાનો સમય ૨૩૫ :
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy