________________
મંદિર આદી સ્થળે ગુરૂનું આગમન થાય છે, તેમને સારી પેઠે આદર સત્કાર સાચવે; અને વળી ગુરૂને જોતાં જ ઉભા થવું. સામા આવતા હેય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજળિ કરવી. પોતે આસન આપવું. ગુરૂ આસને બેઠા પછી પોતે આસને બેસવું, ગુરૂને ભક્તિથી વં. દના કરવી. ગુરૂની સેવા પૂજા કરવી, અને ગુરૂ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરૂનો આદર સત્કાર જાણશે. તેમજ ગુરૂની બે બાજાએ મુખ આગળ, અથવા ૫ડે પણ ન બેસવું. ગુરૂની સાથળને પિતાની સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–પલાંઠી વાળવી, ઓઠિનું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, અને ઘણું હસવું. એટલાંવાનાં ગુરૂ પાસે વર્જવાં. વળી કહ્યું છે કે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી, મન વચન કાયાની ગુપ્તિ રાખી, હાથ જોડી અને બરાબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાન પૂર્વક ગુરૂનાં ઉપદેશ વચન સાંભળવાં વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવા માટે ગુરૂથી સાડાત્રણ હાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેને બહાર જીવજંતુ રહિત ભૂમીએ બેસીને ધર્મદેશના સાંભળવી. કહ્યું છે કે-શાસ્ત્રથી, નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થએલા તાપને નાશ કરનારું સશુરૂના મુખ રૂપ મલય પર્વતથી ઉત્પન્ન થએલું ચંદનરસ સરખું વચન રૂપી અમૃત ધન્ય પુરૂષને જ મળે છે. ' - ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને નિયા જ્ઞાનને નાશ થાય, સમ્મફતત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દેષને ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિને ત્યાગ થાય, સસંગતિનો લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે, મેક્ષની ઈચ્છા થાય, શક્તિ માફક દેશવિરતીની અથવા સર્વ વિરતિની પ્રાપ્તિ થાય, અને અંગીકાર કરેલી દેશવિરતીની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય. વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક પ્રદેશી રાજા, આમ રાજા કુમારપાળ, થાવસ્થા પુત્ર વગેરે દૃષ્ટાંત ઉપરથી જાણવા.
૨૧૮