SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત સંસારી થાય છે. માટે ધીર પુરૂષ પ્રાણત્યાગ થાય તે પણ ઉસૂપ વચન બોલતા નથી. તીર્થકર ભગવાન, ગણધર, પ્રવચન, ધૃત, આચાર્ય અથવા બીજા કોઇ માર્દિક સાધુ આદિ એમની આશાતના કરનાર અને નંતસંસારી થાય છે. એવી જ રિતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને વસ્ત્ર પાત્રાદિ ગુરૂદ્રવ્ય એમનો નાશ કરે, અથવા નાશ થતો હોય તે ઉપેક્ષા વગેરે કરે, તે પણ મટી આશાતના લાગે છે. વળી કહ્યું છે કે–ચૈત્યદ્રવ્યને ભક્ષહાદિકથી નાશ કરવો, ચારિત્રીય મુનિરાજને ઘાત કરે, પ્રવચન ઉફાડ કરે અને સાધ્વીને ચતુર્થવ્રતનો ભંગ કરવા એટલાંવાનાં કરનારો સમકિતના લાભરૂ૫ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. ઇકો વિનાશ શબ્દથી ચેતદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કર્યાનું સમજવું. શ્રાવકદિનકૃત્ય, દર્શનશુદ્ધિ ઈત્યાદિ ગ્રંથમાં કહ્યું છે કે–જે મૂઢમતિ શ્રાવક ત્યદ્રવ્યનો અથ. વા સાધારણ દ્રવ્યનો ભક્ષણાદિકથી વિનાશ કરે, તેને ધર્મતત્વનું જ્ઞાન થાય નહીં, અથવા તે નરકગતિનું આયુષ્ય બાંધે. ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. તેમજ શ્રીમાન શ્રાવકોએ પુસ્તક લખાવવાં, નિર્ધન અનાથ શ્રાવકોને સહાય કરવી. ઇત્યાદિ સાધારણ ધર્મકૃત્ય કરવા માટે આપેલું દ્રવ્ય, તે સાધારણ દ્રવ્ય જાણવું. નવું ( રેકડ આવેલું) દ્રવ્ય અને મંદિરના કામમાં વાપરી પાછી ઉપાડી રાખેલી ઈટ, લાકડાં, પથર આદિ વસ્તુ એવા બે પ્રકારના ત્યદ્રવ્યનો નાશ થતો હોય, અને જે તેની સામે ધુ ઉપેક્ષા કરે છે, તેને પણ સિદ્ધાંતમાં તીર્થકરાદિકે અનંતસંસારી કહ્યા છે. મૂળ અને ઉત્તર ભેદથી પણ બે પ્રકારનું અત્યદ્રવ્ય કહ્યું છે. તેમાં સ્તંભ કુંભી વગેરે મૂળદ્રવ્ય અને છાપરૂં વગેરે ઉત્તર દ્રવ્ય જાણવું અથવા સ્વપક્ષ અને પરપક્ષ એ બે ભેદથી બે પ્રકારનું ચિત્યદ્રવ્ય જાણવું. તેમાં શ્રાનકાદિક સ્વપક્ષ અને મિથ્યાદષ્ટિ આદિ પર પી જાણ સર્વ સાવધવિરત સાધુ પણ ત્યદ્રવ્યની ઉપેક્ષા કરવાથી જે અનંતસંસારી થાય છે, તો પછી શ્રાવક થાય એમાં તે શું આશ્ચર્ય ! ' શંકા – ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવધનું પચ્ચખાણ કરનાર સાધુને, ત્યવ્યની રક્ષા કરવાને અધિકાર શી રીતે આવે છે ?
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy