________________
,,
આવ્યું હતું, તે પણ ધર્મદત્ત ત્યાં ગયા નહીં. કારણ કે, તેણે વિચાર્યું કે, “ જ્યાં ફળ પ્રાપ્તિ થાય કે નહીં? તેને નિશ્ચય નથી એવા કાર્યમાં કાણુ સમજ્જુ માણસ દોડતા જાય ? ” એટલામાં વિચિત્રગતિ નામા વિધાધરને રાજા ચારિત્રવત થએલા પેાતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા. તેને એક પુત્રી હતી. માટે તેણે પ્રક્રુતિ વિધાને પૂછ્યું કે, “ મ્હારી પુત્રીને પરણી મ્હારૂં રાજ્ય ચલાવવા યોગ્ય કાણ પુરૂષ છે ?' પ્રવ્રુતિએ કહ્યું. “ તુ હારી પુત્રો અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે. ” વિધાનાં એવા વચનથી વિચિત્રગતિ ઘણા હર્ષ પામ્યા, અને ધર્મદત્તને ખેાલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાસાર જાણી, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ દેવતાની પેઠે અદૃશ્ય થઇ તુકથી ધર્મરતિના સ્વયંવરમડપે આવ્યેા. અદશ્ય રહેલા તે બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમડપમાં જેયું તે કન્યાએ અંગીકાર ન ક્રૂરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂટાઇ ગયા હૈાયની ! એવા નિસ્ટેજ થએલા સર્વ રાાએ જોવામાં આવ્યા. સર્વ લોકો હવે શું થશે ?” એમ મનમાં આકુળ વ્યાકુળ થઇ ગયા. એટલામાં વિચિત્રગતિએ અણુ સહિત સૂર્ય જેમ પ્રાત:કાળે પ્રકટ થાય છે, તેમ પોતે અને ધર્મત્ત ત્યાં શીઘ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધર્મદત્તને જોતાં વારજ સતાય પામી, અને જેમ રાહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આપી પૂર્વભવના પ્રેમ અથવા દ્વેષ એ બન્ને પાત પોતાને ઉચિત એવાં કૃત્યાને વિષે છત્રને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાએ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પોતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં એસારી ત્યાં તેડાવી, અને ધણા હર્ષથી તેજ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદત્તે, વિધાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિધાધર ધર્મદત્તને તથા સર્વે રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયા. ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી, અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું. તથા તેજ સમયે વિધાધરે આપેલી એક હજાર વિદ્યાએ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ
r
૧૮૫