________________
એમ કહી ભગવાનના મસ્તકે ફૂલ ચઢાવવાં. गंधायदिअमहुयर-मणहरझंकारसद्दसंगीआ ॥ जिणचलणोवरि मुक्का, हरउ तुम्ह कुसुमंजली दुरिअं ॥ १ ॥
સુગધીથી ખેંચાયેલા ભ્રમરોના મનોહર ગુજારવ રૂપ સંગીતથી યુક્ત એ ભગવાનના ચરણ ઉપર મૂકેલો પુષ્પાંજલિ તમારૂં દુરિત હરણ કરો. ૧
ઈત્યાદિ પાઠ કહે છે. પ્રત્યેક ગાથાદિકનો પાઠ થાય, ત્યારે ભગવાનના ચરણ ઉપર એક એક વકે કુસુમાંજલિનાં ફૂલ ચઢાવવાં, પ્રત્યેક પુષ્પાંજલિને પાઠ થએ છતે તિલક, ફૂલ, પત્ર, ધૂપ આદિ પૂજાનો વિસ્તાર જાણે. પછી મોટા અને ગંભીર સ્વરથી પ્રસ્તુત છે ભગવાનની સ્નાત્ર પીઠ ઉપર સ્થાપના હોય, તે ભગવાનના જન્માભિષેક કળશનો પાઠ બેલો. પછી ધી, શેલડીને રસ, દૂધ, દહી અને સુગંધી જળ એ પંચામૃતથી સ્નાત્ર કરવાં. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દે, તથા સ્નાત્ર ચાલતું હોય ત્યારે પણ જિનબિંબને માથે ફૂલ જરૂર રાખવું. - વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કહ્યું છે કે –-સ્નાત્ર પૂરું થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક કૂલથી દાંકેલું રાખવું. સારાં સુગંધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હોય ત્યારે શક્તિ માફક એક સરખો ચામર, સંગીત, વાજિંત્ર આદિ આડંબર કરો. સર્વ લોકોએ સ્નાત્ર કરે તે ફરીથી ન કરવાને અર્થે શુદ્ધ જળની ધારા દેવી. તેને પાઠ આ રીતે –
મિત્તાધાર, ધાવ નિમંઢા | भवभवनभित्तिभागान्, भूयोऽपि भिनत्तु भागवती ॥१॥
ધ્યાન રૂપ મંડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સંસાર રૂપ મહેલની ભીતોને ફરી ફરીવાર તેડી નાંખો. તે ૧ |
પછી અંગલૂહણ કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ કરવી સર્વ જાતનાં ધાન્યનાં પકવાન્ન, શાક, ઘી, ગોળ આદિ વિગય તથા
૧૫૫