________________
ગરવેલનાં પાન, સેાનામ્હાર, વીડી, મેાદક પ્રમુખ મૂકવાં. ધુપ ઉખેવ વા, સુગંધી વાસક્ષેપ કરવા ઇત્યાદિ સર્વ ઉપચાર અગાને વિષે થાય છે. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે. કે—સ્નાત્ર, વિક્ષેપન, આભરણ, વા, કુળ, વાસક્ષેપ, ધુપ અને પુષ્પ એટલા ઉપચારથી જિનેશ્વર ભગવાનની અંગપૂજા કરાય છે. તેને વિધિ એ પ્રમાણે જાગુ. વસ્ત્રથી નાસિકા બાંધીને અથવા જેમ,ચિત્તની સમાધિ રહે તેમ કરીને પૂજા કરવી. તે સમયે શરીરે ખરજ ખણુવા પ્રમુખ ક્રિયા અવશ્ય વજવી, અન્ય સ્થળે પણ કહ્યું છે કે-જગત્તા બાંધવ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે શરીરે ખર ખણુવી, બળખા નાંખવા, અને સ્તુતિ સ્તેાત્ર ભણવાં એ ત્રણ વાનાં વવાં. દેવપૂજાને અવસરે શ્રેષ્ટ માર્ગ એ છે કે મૈ:ન કરવું, કદાચિત તેમ ન કરી શકાય તે સાવધ વચન તે સર્વથા છેડવું. કારણ કે, નિર્માદિ કરવામાં ગૃહવ્યાપારને નિષેધ કર્યા છે. તે માટેજ હસ્ત, સુખ, નેત્ર આદિ અવયવથી પાપહેતુ સંજ્ઞા પણ ન કરવી. કરે તેમાં અનુચિતપણાનો પ્રસંગ આવે.
અહિં જિષ્ણુહા શેરનું દૃષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે:—ધોળકા નગરમાં જિષ્ણુદ્ધા નામે અતિ દરિદ્રી શ્રાવક રહેતા હતા. તે ધીનાં ફૂલ્લાં, ક્પાસની ગાંસડીએ આદિ ભાર ઉપાડીને પેાતાને નિર્વાહ કરતા હતા. ભક્તામર. પ્રમુખ સ્તોત્રના સ્મરણથી પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ તેને વશીકરણ કરી શકે એવું એક રત્ન આપ્યું. તે રત્નના પ્રભાવથી જિહાએ માર્ગમાં રહેલા ત્રણ પ્રસિદ્ધ દુષ્ટ ચારાને હણી નાંખ્યા. તે અદ્ભુત વૃત્તાંત સાંભળી પાટણના ભીમદૈવ રાજાએ બહુ માન સહિત ખેાલાવી તેને દેશની રક્ષાને અર્થે એક ખડ્ગ આપ્યું. ત્યારે શત્રુશલ્ય નામા સેનાપતિએ ફ્રે ખાથી કહ્યું કે,
खांडो तासु समाप्पिइ, जसु खांने अभ्यास || जिणहा इक्कुं समपि, तुलचेल कम्पास ॥ १ ॥ ખાંડુ તેતેજ આપવું જોઇએ કે, જેને ખાંડાના અભ્યાસ હોય, જિષ્ણુહાને તેા માત્ર તેલનાં કુલ્લાં અને કપાસ એજ આપવું જોઇએ. ॥ ૧ ॥ આ સાંભળી જિહાએ જવાબ આપ્યો કે:
૧૪૦