________________
તાદિ ચાદ નિયમ લેવા જોઈએ. પ્રતિક્રમણ નહીં કરે, તેણે પણ સૂર્યોદયની પહેલાં ચાદ નિયમ ગ્રહણ કરવા, શકિત માફક નવકારસી, ગડીસહિ, બિયાસણું, એકાસણું ઇત્યાદિ પચ્ચખાણ કરવું. તથા સચિત દ્રવ્યને અને વિગય વગેરેને જે નિયમ રાખેલે હોય, તેમાં સંક્ષેપ કરીને દેશાવકાશિક વ્રત કરવું, વિવેકી પુરૂષ પહેલાં ગુરૂની પાસે યથાશકિત સમક્તિ મૂળ બારવ્રત રૂપ શ્રાવકધર્મનું ગ્રહણ અવશ્ય કરવું. કારણ કે, તેમ કરવાથી ચારિત્રને લાભ થવાનો સંભવ રહે છે. ચારિત્ર ફળ ઘણું મોટું છે. મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિદિયા વગેરે જીવની પેઠે ઘણે કર્મબંધ અને બીજા મહા દોષ થાય છે, જેમ કે –જે ભવ્ય જીવ ભાવથી વિરતિનો (દેશવિરતિનો અથવા સર્વવિરતિને ) અંગીકાર કરે, તેની વિરતિ કરવામાં અસમર્થ એવા દેવતા ઘણી પ્રશંસા કરે છે.
એકેદ્રિય છે બિલકુલ આહાર કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતિનું ફળ જાણવું. એપ્રિય છે મન વચન કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કછથી અનંતકાળ સુધી તે કાયામાં રહેવું પડે છે. એનું કારણ અવિરતિ જાણવું છે પરભવે વિરતિ કરી હોત તો, તિર્યંચ છે આ ભવમાં કશા (ચાબૂક), અંકુશ, પણ ઇત્યાદિક પ્રહાર તથા વધ, બંધન, ભારણ ઇત્યાદિ સંકટ દુ:ખ ન પામત, સદગુરૂને ઉપદેશ વગેરે સર્વ સામગ્રી છતાં પણ અવિરતિ કર્મનો ઉદય હોય તે દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાને પરિણામ થતો નથી. માટે જ શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છતાં તથા વીર ભગવાનનું વચન સાંભળવું ઇત્યાદિ ઉત્કૃષ્ટ યોગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ બાધા લઈ શકે નહીં, અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવું, ગણવું, ગાવું, નાચવું ઇત્યાદિ સર્વ કળા કૌશલ્યમાં એ વાત સર્વે લોકોને અનુભવ સિદ્ધ છે. અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે, અભ્યાસથી જ સર્વ કળાઓ આ-- વડે છે, અને અભ્યાસથી જ ધ્યાન, મન ઈત્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.
9