________________
ધોબી, કુંભાર, લુહાર, સૂતાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ શિકારી, ઘાતપાત કરનાર, પરસ્ત્રીગમન કરનાર, ચોર, ધાંડ પાડનાર ઈત્યાદિ લોકોને પરંપરાએ પોત પોતાના નિઘ વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાને તથા બીજા પણ નિરર્થક અનેક દેષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે–ધમ પુરૂષ જાગતા અને અધમ પુરૂષ સુતા હોય તે સારા જાણવા. એવી રીતે વસદેશના રાજા સતાનિકની , બહેન જયંતીને શ્રી મહાવીરસ્વામીએ કહ્યું છે.
નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણુ પુરૂષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્તમાં કયું તત્ત્વ શ્વાસોશ્વાસમાં ચાલે છે? તે તપાસવું. કહ્યું છે કે–પૃથ્વીતત્વ અને જળતત્વને વિષે નિદ્રાનો ત્યાગ. કર શુભકારી છે, પણ અગ્નિ, વાયુ અને આકાશ તને વિષે તે તે દુઃખદાયક છે. શુકલપક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષના પ્રાત:કાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુકલપક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં ત્રણ દિવસ પડવે, બીજ અને ત્રીજ સુધી પ્રાત:કાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચોથ પાંચમ અને છઠ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્ત્વ વહે, એ રીતે આગળ ચાલે તો શુભ જાણવું, પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુ તત્તા અને પાછલા વણ દિવસ ચંદ્રનાડીમાં વાયુ તે એ પ્રમાણે ચાલે તે દુઃખદાયી જાણવું.
ચંદ્રનાડીમાં વાયુતત્વ ચાલતાં છતાં જે સૂર્ય ઉદય થાય તે સૂર્યનાડીમાં અસ્ત થવો એ શુભ જાણવું. તથા જે સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હોય તે અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી. કેટલાક મત એ છે કે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ કહ્યાં છે. તે એમ કે-રવિ, મંગલ, ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાત:કાળમાં સૂર્યનાડી તથા સોમ, બુધ અને શુક્ર એ ત્રણ વારને વિષે પ્રાત:કાળમાં ચંદ્રનાડી હોય તે સારી. કેટલાકને મત સંક્રાંતિના અનુક્રમથી સૂર્ય ચંદ્રનાડીને ઉદય કહ્યું છે. તે એમ કેમેષ સંક્રાંતિને વિષે પ્રાતઃકાળમાં
૮૭