________________
ધરમહારે
તેને સાર્થકતા કે
વતીને પ્રીતિ ઉપજાવતે ચંદ્રશેખર રાજ્ય કરવા લાગ્યો. - શુકરાજ વિમળાચળ તીર્થને વંદના કરી સસરાને નગરે ગયો. ત્યાં કેટલાક દિવસ રહીને પિતાના નગરને ઉધાનમાં આવ્યું. પોતાના કુકર્મથી શંકા પામેલો ચંદ્રશેખર ગેખમાં બેઠો હતો. એટલામાં સામા આવતાં શુક્રરાજને જોઈને આકુળ વ્યાકુળ થયે, અને હાહાકાર કરી મંત્રીને કહેવા લાગ્યો કે, “જેણે મહારી બે સ્ત્રીઓ અને વિધાઓ હરણ કરી, તેજ આ દૂષ્ટ વિધાધર મહારૂં રૂપ કરીને મને ઉપદ્રવ કરવા આવે છે. માટે મધુર વચનથી કોઈ પણ રીતે તેને ત્યાંથી જ શીધ્ર પાછે વિદાય કર. બળવાન પુરૂષ આગળ સમતાથી વર્તવું એજ પોતાનું મહેસું બળ સમજવું.” “દક્ષ પુરૂષની સહાયથી દુઃસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે.” એમ વિચારી મંત્રી કેટલાક દક્ષ પુરૂષોની સાથે લઈ ગયો. “આ સર્વ લેકે મારી સામા આવે છે.” એમ સમજી ઘણે હર્ષ પામેલે શુકરાજ પિતાના વિમાનમાંથી ઉતરીને આમૃદક્ષને તળે આવ્યો. વિવેકી અંત્રી પણ ત્યાં ગયો, અને ખરા શુકરાજને નમસ્કાર કરી કહેવા લાગ્યો. કે, “હે વિધાધરેંદ્ર ! તમારી શક્તિ વાદિની ઉક્તિ માફક અખ્ખલિત છે. કારણ કે, તમે, અમારા સ્વામિની બે સ્ત્રીઓ અને સર્વ વિદ્યાનું હરણ કરી, હવે શીધ્ર પ્રસન્ન થઈ આપ વેગથી પિતાના સ્થાનકે પધારે.”
મંત્રીનું આવું વચન સાંભળી “એનું ચિત્તભ્રમ થયું, મગજ ફરી ગયું, વાયુ થા, કે પિશાચ વળગ્યું ?” ઈત્યાદિ મનમાં તર્ક કરી આશ્ચર્ય પામતા શુકરાજે કહ્યું કે, “હે મંત્રિન ! તે આ શું કહ્યું? અરે હું શુકરાજ છું !” મંત્રીએ કહ્યું. “હે વિધાધર શુકરાજની પેઠે મને પણ તું ઠગે છે કે શું? મૃગધ્વજ રાજાના વંશરૂપ આમ્રવૃક્ષને વિષે શુક સમાન (પોપટ સરખો) અમારો પ્રભુ શુકરાજ રાજમહેલમાં છે. તું છે કે, વેશધારી વિધાધર છે. વધારે શું કહીયે ? જેમ ઉંદર બિલાડીના દર્શનથી પણ ડરે છે, તેમ અમારે પ્રભુ શુકરાજ હારા દર્શનથી પણ દૂજે છે, અને બહુ ડરે છે. માટે તું શીધ્ર અહિથી જા. ” ચિત્તમાં ખિન્ન થયેલા શુકરજે વિચાર્યું કે, “ની કોઈ કપટીએ છળ ભેદથી મહારા જેવું રૂપ કરીને હારું રાજ્ય લીધું. કહ્યું છે કે-૧ રાજ્ય, ૨ ભક્ષણ કરવા યોગ્ય
૭૫