SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ સાતમુંતેમ જેઓ પૂવકર્મને માનતા નથી, તેઓ પણ અતિભયંકર બ્રાતિની ખાઈમાં ગોથાં મારે છે. કર્મવાદ ખરેખર વિપત્તિસમયે ધીરજ અને આશ્વાસન આપનાર છે. કર્મનો સિદ્ધાંત સમજનાર દુઃખના પ્રસંગે પૂર્વકૃત સ્વકર્મનું પરિણામ માની તે દુઃખને ધેર્યથી સહન કરી શકે છે, જ્યારે કર્મવાદને તરછોડનાર જડવાદી વિપત્તિને સહવામાં લગારે સમભાવ રાખી શકતા નથી. લગાર માત્ર કષ્ટથી તે “ હાય વય ” કરવા લાગી જાય છે. એ માટે પૂર્વ કર્મની કારણતા તાત્વિકદષ્ટિ અને વ્યાવહારિક દષ્ટિ એમ બંને દૃષ્ટિએ જરૂરી છે. નિયતિ ” તે અનુલ્લંઘનીય છે, એ જોઇ જ ગયા છીએ. એનું અવિચળ શાસન છે. કાળ વગેરેમાં ફેરફાર થાય, પણ આ મહાદેવીને ફેરવવી અશક્ય છે. * અલબત્ત નિયતિનું ક્ષેત્ર સંકુચિત છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે-કોઈ કામ સિદ્ધ નહિ થતાં તરત એમ ન માની લેવું જોઈએ કે આ કામ મારા નશીબમાંજ નથી. આળસુ માણસો થોડા માત્ર વિજ્ઞથી હતાશ થઈ પ્રારંભેલા કામને એમ માનીને છેડી દે છે કે આ કામ ઉપર નિયતિ–ભાવિભાવ-નિકાચિત કર્મનું આવરણ પથરાયેલું હોવાથી તે સિદ્ધ થઈ શકશે નહિ. પરંતુ નિકાચિત કે અનિકાચિત આવરણ જ્યારે માલૂમ પડી શકતું નથી, તે પછી એકદમ નિકાચિત કર્મની કલ્પના કેમ કરી લેવાય ? અને એથી હતાશ બનીને કામ કેમ છેડી દેવાય ?. કેટલાંક વિદને એવાં આવે છે, કે જે પુરૂષાWથી દૂર થઈ શકે તેમ હોય છે. બધાં વિને કંઈ નિયતિની હદવાળાં + * નિકાચિત ' કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે, એ ખરી વાત છે, પરંતુ તેમાં પણ અપવાદ છે. જાણીતી વાત છે કે તપથી નિકાચિત કર્મ પણ ટૂટે છે. પરંતુ કર્યું તપ નિકાચિત કર્મને તેડનાર છે, તે સમજવાની જરૂર છે. જેવા તેવા તપ કે બાહ્ય તપથી તે તૂટી શકતું નથી. આભ્યન્તર તપમાં પણ અપૂર્વકરણ-ગુણસ્થાનને શ્રેણીઅવસ્થાનો પાનાનલજ તેને બાળી શકે છે. આજ વાત યશેવિજયજી, છવીસમી બત્રીશીમાં કહે છે – “ નિદાતાનામપિ થ: જળાં તવણા ક્ષયઃ | સમિટ્યોત્તમં યોજનપૂર્વકાળો ” છે ૨૪ 802
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy