________________
31874I . SPIRITUAL. LIGHT. સ્વભાવ વગેરેને અવલંબીને જેટલે દરજજે કાર્ય સાધક છે, તેટલે દરજે કાળની મહત્તા માનવી ન્યાય છે. કાળની મહત્તા માનવામાં બીજું કારણ એ પણ છે કે કાર્યને પ્રારંભ કરીને કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી મનુષ્ય ધીરજ રાખતાં શિખે; નહિ તે કઈ કામને માટે ક્રિયાને આરંભ કરીને તરત જ ફલેચ્છા રાખતાં, તરત ફળ નહિ મળવાને લીધે મનુષ્ય નિરાશ થઈ જાય, અને કાર્ય સાધવાના ઉદ્યમમાં આગળ વધી : નહિ શકવાથી ફલથી વંચિત રહે. જ્યારે કાળને કારણ માન્યું, ત્યારે એમ માન્યતા બંધાય કે કાળે કરી ફળ મળશે. આથી મનુષ્ય કાર્ય તરફ ઉદ્યમ કરતા રહે છે.
કાળની જેમ સ્વભાવની મર્યાદા ઉલ્લંધનીય નથી. છતાં વ્યવહારદષ્ટિએ સ્વભાવનું પણ અતિક્રમણ થતું જોવાય છે ખરું. ક્રોધી માણસને ક્રેધી સ્વભાવ શાન્તાત્મા મહાત્માના સંસર્ગબળથી ઓછો થઈ જાય છે, તેમજ ભિન્ન ભિન્ન સ્વભાવવાળી વસ્તુઓનું મિશ્રણ કરવાથી મૂળ સ્વભાવમાં ફેર પડે છે અને અન્યજ સ્વભાવ ઉત્પન્ન થતે જોવાય છે. જેમકેસુંઠ પિત્ત-સ્વભાવવાળી ચીજ છે અને ગેળ કફ-સ્વભાવવાળો પદાર્થ છે, છતાં તે બંનેનું સંમિશ્રણ થતાં તેમાં કફ કે પિત્તના સ્વભાવને દોષ રહેતું નથી.*
પૂર્વ કર્મની મર્યાદા પણ નિશ્ચળ નથી; કેમકે કર્મને ઉદય પણું સંયોગાધીન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ અનુસાર કર્મને ઉદય શાસ્ત્રોમાં બતાવ્યું છે. કર્મથી મળેલ શરીર-ઈન્દ્રિયને જે કેળવવામાં ન આવે, તે તેને વિકાસ થઈ શકતો નથી. એ માટે કર્મપ્રાપ્ત વસ્તુને ઉપગ પણ પુરૂષાર્થને જ આભારી છે. વળી કમને ઉપશમ, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ પણ પુરૂષાર્થથી થઈ શકે છે.
જેમ, કેવળ ભાગ્ય ઉપર આધાર રાખનાર માણસ પુરૂષાર્થને ખોઈ બેસે છે અને આળસમાં રહીને નિઃસર્વ બની જિન્દગીને નિઃસાર બનાવે છે,
+ “ગુરો હિ હેતુ: ચાર્ વાનર વિરાળમ્ | द्वयात्मने न दोषोऽस्ति गुड -नागरभेषजे " ॥
-હેમચન્દ્ર, વીતરાગસ્તવ, દ01