________________
અધ્યાત્મતત્ત્વાલક
[ સાતમું અપેક્ષાએ ઘટ નિત્યજ છે ” એ બે શરૂઆતનાં વાક જે અર્થ બતાવે છે, તેજ અર્થને કમથી ત્રીજે વચનપ્રકાર દર્શાવે છે, અને તે જ અર્થને ક્રમ વગર યુગપત –એકસાથે બતાવનાર ચોથું વાક્ય છે. આ ચોથા વાક્ય ઉપર મનન કરતાં એ સમજી શકાય છે કે ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય પણ છે, અર્થાત કેઈ અપેક્ષાએ ઘરમાં અવક્તવ્યત્વ ધર્મ પણ રહેશે. છે; પરન્તુ એકાન્ત રીતે ઘટને અવક્તવ્ય માનવો ન જોઈએ. એમ માનવા જતાં, અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય રૂપે અથવા અમુક અપેક્ષાએ ઘટ નિત્યરૂપે જે અનુભવાય છે, તેમાં આપત્તિ આવી પડશે. અતએ ઉપરના ચારે વચનપ્રયોગ “સ્કાર” શબ્દથી યુક્ત, અર્થત કથંચિત, એટલે અમુક અપેક્ષાએ સમજવા.
આ ચાર વચનપ્રકારે ઉપરથી બીજા ત્રણ વચનપ્રયોગો ઉપજાવી શકાય છે
પંચમ વચનપ્રકાર– અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય હોવાની સાથે અવક્તવ્ય છે.”
ષષ્ઠ વચનપ્રકાર– અમુક અપેક્ષાએ ઘટ નિત્ય હોવાની સાથે અવકતવ્ય છે.”
સપ્તમ વચનપ્રકાર–“ અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય અને નિત્ય હોવાની સાથે અવકતવ્ય છે.”
અર્થને બોધન કરે છે ” એવો અર્થ પ્રાપ્ત થાય છે. અને એથી એ સમજવાનું છે કે-સૂર્ય અને ચન્દ્ર એ બંનેને વાચક પુષ્પદંત શબ્દ ( એવા અનેક અર્થવાળા બીજા પણ શબ્દો) સૂર્ય અને ચન્દ્રને ક્રમથીજ બેધન કરે છે, એક સાથે નહિ. આ ઉપરથી, કોઈ નવો સંકેતશબદ ઘડીને એનાથી યદિ અનિત્ય-નિત્ય ધર્મોને મુખ્યપણે એક સાથે બેધન કરવાને મનોરથ કરવામાં આવે, તો તે પણ બની શકે તેમ નથી.
અહીં એ ધ્યાનમાં રહે કે એક સાથે મુખ્યપણે નહિ કહી શકાતા એવા નિત્ય-અનિત્યત્વ ધર્મો “અવક્તવ્ય” શબ્દથી કથન કરાતા નથી, કિન્તુ તે ધર્મો મુખ્યપણે એક સાથે કહી શકતા ન હોવાને લીધે વસ્તુમાં
અવક્તવ્ય” નામને ધર્મ પ્રાપ્ત થાય છે, કે જે “અવકતવ્યત્વ ધર્મનું અવકતવ્ય શબ્દથી કથન કરાય છે.
788