________________
પ્રકરણ ]. SPIRITUAL LIGHT.
દ્વિતીય શબ્દપ્રયોગ–“ઘટ અનિત્યધર્મરહિત છે, અર્થાત નિત્ય છે, એ નક્કી વાત છે, પરંતુ અમુક અપેક્ષાએ.” આ બીજા વાક્યથી, ઘટમાં અમુક અપેક્ષાએ અનિત્યધર્મને મુખ્યત્વેન નિષેધ કરવામાં આવે છે. - તૃતીય શબ્દપ્રયોગ–કેઈએ પૂછયું કે-“ઘટ અનિત્ય અને નિત્ય એ બંને ધર્મવાળે છે ?” તે એ પ્રશ્નના સમાધાનમાં “ હા, ઘટ અમુક અપેક્ષાઓ, મુખ્યત્વે કરી ચોકકસ અનિત્ય અને નિત્ય છે” એમ જે કહેવું, એ ત્રીજે વચનપ્રકાર છે. આ વાક્યથી મુખ્યત્વેન અનિત્યધર્મનું વિધાન અને તેને નિષેધ, એ બંને ક્રમશઃ કરવામાં આવે છે. :
ચતુર્થ શબ્દપ્રયોગ–“ ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય છે.” ત્રીજા વાક્યમાં કહ્યા પ્રમાણે ઘટને અનિત્ય અને નિત્ય, એમ બંને રીતે ક્રમશ: બતાવી શકાય છે, પરંતુ ક્રમ વગર-યુગપત ( એક સાથે )
ટને અનિત્ય અને નિત્ય કહેવો હોય, તે તેને માટે “અનિત્ય” “નિત્ય” કે બીજો કોઈ શબ્દ કામ લાગતું ન હોવાથી જૈનશાસ્ત્રકારે તેને “અવક્તવ્ય શબ્દથી વ્યવહારમાં મૂકે છે. વાત બરાબર છે. ઘટ જેમ અનિત્ય રૂપે અનુભવાય છે, તેમ નિત્ય રૂપે પણ અનુભવાય છે. એથી ઘટે કેવળ અનિત્યરૂપે કરતો નથી, તેમજ કેવલ નિત્યરૂપે ઘટતો નથી, કિન્તુ નિત્યાનિત્યરૂપ વિલક્ષણજાતિવાળે કરે છે. આવી હાલતમાં ઘટને યથાર્થરૂપે-નિત્ય અને અનિત્ય એ બંને રૂપે-ક્રમથી નહિ, કિન્તુ એક સાથ–બતાવવો હોય તો શાસ્ત્રકારે કહે છે કે, એવી રીતે બતાવવામાં કોઈ શબ્દ છે જ નહિ.' અએવ ઘટ અવકતવ્ય છે. - ચાર વચનપ્રકારે જોઈ ગયા, તેમાં મૂળ તે શરૂઆતના બે જ છે. પાછળના બે વચનપ્રકારે, શરૂઆતના બે વચનપ્રકારના સાગથી ઉદ્દભવેલા છે. “ કથંચિત-અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે ” “ કથંચિત-અમુક
૧ કઈ પણ શબ્દ એક સાથે અનિત્ય-નિત્ય ધર્મોને મુખ્યત્વેને પ્રતિપાદન કરી શકે તેમ નથી. તેવી રીતે પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિ નથી. નિત્યાનિત્ય” સમાસવાય પણ ક્રમથીજ નિત્ય-અનિત્ય ધર્મોને પ્રતિપાદન કરે છે, એક સાથે નહિ. તદુરિત હું સવાર્થ મતિ ” અર્થાત “ g વ પ રછન્નમેવા. વધયાત ” આ ન્યાયથી “ એક શબ્દ એકવાર, એકજ ધર્મને-એકજ ધર્મથી યુક્ત
7