________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
થનારાં છે. અએવ તે “ક્ષાયોપથમિક કહેવાય છે. છેલ્લું જ્ઞાન જ્ઞાનાવરણના સમૂળ ક્ષયથી ઉત્પન્ન થાય છે, જેથી તે “ક્ષાયિક' કહેવાય છે. ક્ષપશમ એટલે ક્ષય-ઉપશમ, એમ સાદો અર્થ દરેક સમજી શકે તેમ છે, પણ એ વિષે લગાર ગંભીરતાથી વિચાર કરવો જોઈશે.
ક્ષપશમમાં ક્ષય અને ઉપશમ એ બે શબ્દો છે. અગ્નિ ઉપર પાણી નાંખી અગ્નિને ઓલવવી, એ ક્ષય સમજવો; અને અગ્નિ ઉપર ધૂળ કે રાખ નાંખવી એ ઉપશમ સમજ. આ પ્રમાણે, ક્ષય અને ઉપશમની સાધારણ રીતે સમજુતી અપાય છે. પરંતુ ક્ષયોપશમ એ ક્ષય અને ઉપશમ એ બંનેથી ભિન્ન ત્રીજો પ્રકાર છે. કર્મને વિશ્ર્વસ એ ક્ષય, કર્મની ભસ્મચ્છનાગ્નિવત જે સ્થિતિ તે ઉપશમ અને ક્ષય તથા ઉપશમને સહયોગ તે ક્ષેપણમ.
કર્મના આઠ પ્રકારો જોઈ ગયા છીએ. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય એ ચાર કર્મો +ઘાતી કહેવાય છે, અને બાકીનાં અધાતી. તેમાં મેહનીયકર્મનો જ ઉપશમ અને ચાર ઘાતિ કર્મોનેજ ક્ષપશમ સમજવો; અર્થાત મેહનીય વિના અન્ય કર્મને ઉપશમ હેત નથી અને ચાર ઘાતી કર્મો વિના અન્ય ક્ષયોપશમ હેતું નથી.
ઉપર્યુક્ત ચાર ઘાતિ કર્મોના અવાન્તર પ્રકારે અહીં જેવા પડશે. જ્ઞાનાવરણના પાંચ પ્રકાર–મતિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણું. દર્શનાવરણના નવ પ્રકાર-ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણુ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ જાતની નિદ્રા, મોહનીયકર્મના ૨૮ પ્રકારો
+ આત્માના કેવલજ્ઞાનાદિ મૂળ ગુણને હણનાર હોવાથી ઘાતી કહેવાય છે.
૧ પાંચ જ્ઞાને જોઈ ગયા છીએ, તેનાં આવરણે પણ પાંચ હોયજ.
૨ જ્ઞાન-દર્શનને પણ વિવેક ટૂંકમાં જોઈ લીધો છે. જ્ઞાનની પૂર્વે - દર્શનને નિયમ હોવાથી અથવા જ્ઞાન-દર્શનને ક્રમભાવિ નિયમ હોવાથી જ્ઞાનની જેમ દર્શનના પણ ભેદો હોવા ન્યાયસિદ્ધ છે.
૩ જે નિદ્રામાંથી તરત જગાય, તે નિદ્રા, મુશ્કેલીથી જગાય તે નિદ્રાનિદ્રા, બેઠાં બેઠાં યા ઉભાં ઊભાં ઉંધાય તે પ્રચલા, ચાલતાં
761