________________
અધ્યાત્મતત્વાક. [ સાતમુંપાંચમું ૧કેવલજ્ઞાન સકલલકા કપ્રકાશક છે. આ જ્ઞાનના અને બ્યુદયથી આત્મા સર્વજ્ઞ બને છે–પરમાત્મા–પરમેશ્વર બને છે.
પાંચ જ્ઞાને જોયાં. પાછળનાં ત્રણ જ્ઞાન વાસ્તવિક–પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેમાં છેલ્લું સકલ-સંપૂર્ણ પ્રત્યક્ષ છે અને તેની પૂર્વેનાં બે વિકલઅપૂર્ણ પ્રત્યક્ષ છે. શરૂઆતનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રકટ
૧ જ્ઞાનાવરણના વિલયથી જેમ જ્ઞાનને આવિર્ભાવ થાય છે, તેમ દર્શનાવરણના વિલયથી દર્શનને આવિર્ભાવ થાય છે. જ્ઞાન અને દર્શનમાં વધુ ફરક નથી. દર્શન પણ જ્ઞાન જ છે. વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ એમ બંને સ્વરૂપવાળી હોવાથી સામાન્યાકારગ્રાહિ જ્ઞાનને દર્શન એવું જુદુ નામ આપવામાં આવ્યું છે. આ દર્શન દર્શનાવરણ કર્મને વિલયનું ફળ છે. છાને (અપૂર્ણજ્ઞાનીઓને ) જ્ઞાનની પૂર્વે દર્શન હોયજ છે. અર્થાત જ્ઞાન નિયમેન દર્શનપૂર્વક હોય છે. પરંતુ કેવલજ્ઞાનીને પ્રથમ ક્ષણે જ્ઞાન (કેવલજ્ઞાન) અને દ્વિતીય ક્ષણે દર્શન (કેવલદર્શન ) નો ઉપયોગ રહે છે. આ સંબંધમાં પૂજ્યપાદેના મતભેદ જોવાય છે. કેવલજ્ઞાનીને પૂર્વ ક્ષણમાં કેવલજ્ઞાન અને ઉત્તરક્ષણમાં કેવલદર્શન, એમ ક્રમશઃ ઉપયોગ હોવાની માન્યતા ભગવાન જિનભકિગણિ ક્ષમાશ્રમણની છે; એક જ ક્ષણમાં એક જ સમયમાં યુગપત એક સાથે એ બંને ઉપયોગ કેવલીને રહે છે, એમ ભગવાન મલવાદીનું કહેવું છે; અને જે કેવલજ્ઞાન તેજ કેવલદર્શન, અર્થાત્ એ બંને એક જ છે, એવો સિદ્ધાન્ત ભગવાન સિદ્ધસેનદિવાકરને છે.
ન નન્દીસત્રની વૃત્તિ વગેરે અનેક સ્થળે કેવલજ્ઞાન-કેવલદર્શનના યુગપભાવને સિદ્ધાન્ત સિદ્ધસેનદિવાકરને છે, એમ જે કહેવામાં આવ્યું છે, તેનું કારણ એટલું જ છે કે સમ્મતિ–પ્રકરણમાં કેવલજ્ઞાનકેવલદર્શનના ક્રમિકવાદને અયુક્ત ઠરાવવા માટે સિદ્ધસેન દિવાકરે પ્રથમતઃ યુગપવાદને હાથમાં લીધું છે. પરંતુ તેમને એ ખાસ અંગત સિદ્ધાન્ત નથી. યુગ૫દ્વાદના સિદ્ધાન્તથી ક્રમિકવાદને નિરસ્ત કર્યા પછી, તેઓ “કેવલજ્ઞાન-કેવલદર્શન એકજ છે” એ પોતાના સિદ્ધાન્તને સમર્થન કરવાને પ્રારંભ કરે છે. '
આ વિષય સમ્મતિ-પ્રકરણ તથા યશેવિજાપાધ્યાયકત જ્ઞાનબિન્દુ” માં ચર્ચા છે.
760